ઈમરાને ટ્રમ્પને ફોન કરીને પાછા કાશ્મીર પર રોદણાં રડ્યા, જાણો અમેરિકી રાષ્ટ્રપતિએ શું કહ્યું?
Trending Photos
નવી દિલ્હી: કાશ્મીર(Kashmir)માં હાલાત ઝડપથી સામાન્ય થઈ રહ્યાં છે. ગૃહ મંત્રાલયના તાજા આંકડા પણ જણાવે છે કે કાશ્મીરમાં હવે પથ્થરમારો ઓછો થયો છે. હોસ્પિટલ અને મેડિકલ સેન્ટર સામાન્ય રીતે કામ કરી રહ્યાં છે. છાત્ર પરીક્ષાઓ આપવા જઈ રહ્યાં છે. પરંતુ જે સુધરે તેને પાકિસ્તાન થોડી કહેવાય. પાકિસ્તાન યુએનથી લઈને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ તેને નિષ્ફળતા મળી રહી છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરીને કાશ્મીના હાલાત પર દુષ્પ્રચાર કરવાની કોશિશ કરી છે પરંતુ ટ્રમ્પે તેમની વાતોને બહુ ભાવ ન આપ્યો.
આ બાજુ પાકિસ્તાને યુએનના મંચ પર ફરીથી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી. સંયુક્ત રાષ્ટર્માં પાકિસ્તાનના પ્રતિનિધિ મુનીર અકરમે સુરક્ષા પરિષદની બેઠકમાં કાશ્મીરનો રાગ આલાપ્યો તો ભારતે પણ જબરદસ્ત પલટવાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપસ્થાયી પ્રતિનિધિ નાગરાજુ નાયડુએ કહ્યું કે અમે પાકિસ્તાનના નિવેદનને ફગાવીએ છીએ. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ મુદ્દે બંને દેશ વાતચીત કરવાની સંધિ અગાઉ કરી ચૂક્યા છે. આવામાં આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની કોઈ જરૂર નથી.
જુઓ LIVE TV
પાકિસ્તાનને તો સિયાચીન પર્યટકો માટે ખુલ્લુ મૂકાયું તેમાં પણ મરચા લાગ્યા છે. દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રની ઓળખ ધરાવતા સિયાચીન(Siachen)ને પર્યટકો માટે ખોલવાના ભારત(India)ના નિર્ણય પર પાકિસ્તાને(Pakistan) આપત્તિ નોંધાવી છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત પાસેથી કોઈ પણ સદભાવનાની આશા રાખી શકાય નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવસ્તા ડો.મોહમ્મદ ફૈઝલે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ બ્રિફિંગમાં સિયાચીનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે "ભારત કેવી રીતે સિયાચીનને પર્યટકો માટે ખોલી શકે છે? આ એક વિવાદિત ક્ષેત્ર છે જેના પર ભારતે જબરદસ્તીથી કબ્જો જમાવેલો છે. અમે ભારત પાસેથી કોઈ સદભાવનાની આશા રાખી શકીએ નહીં. અમે હંમેશા ભારત સાથે સારા સંબંધ ઈચ્છીએ છીએ પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નથી."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે