ભારત ઇરાન પાસેથી કાચુ તેલ ખરીદવાનું ચાલુ રાખશે: ઇરાની વિદેશમંત્રી

ઇરાન અને ભારત વચ્ચે હંમેશાથી દ્વિપક્ષીય સંબંધો ઘણા મજબુત રહ્યા છે, અમેરિકન પ્રતિબંધની ભારત-ઇરાન સંબંધ પર કોઇ જ અસર નહી પડે

ભારત ઇરાન પાસેથી કાચુ તેલ ખરીદવાનું ચાલુ રાખશે: ઇરાની વિદેશમંત્રી

નવી દિલ્હી : શું અમેરિકન પ્રતિબંધો છતા પણ ભારત ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરતું રહેશે ? ઇરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ જરીફે કહ્યું કે, ભારત ઇરાન પાસેથી ક્રૂડ ખરીદવા અને બંન્ને દેશો વચ્ચેના આર્થિક સહયોગ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. ઇરાનના વિદેશ મંત્રીએ આ વાત ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાતેની મીટિંગ બાદ કહી હતી. બંન્ને દેશોનાં વિદેશ મંત્રીઓ વચ્ચે આ મુલાકાત ત્યારે થઇ જ્યારે ઇરાનના ઓઇલ બિઝનેસને ઠપ્પ કરવા માટે અમેરિકાએ તેના પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. જે 4 નવેમ્બરથી લાગુ થવાનો છે. બંન્ને દેશના વિદેશ મંત્રીઓ ન્યૂયોર્કમાં આયોજીત સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની બેઠક બાદ મુલાકાત કરી હતી. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની આંતરરાષ્ટ્રીય પરમાણુ સંધીમાંથી બહાર નિકળવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ઇરાન પર નવેસરતી પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પ તંત્ર એ અંગે પ્રયાસો કરી રહ્યું છે કે 4 નવેમ્બરે પ્રતિબંધ લાગુ થાય ત્યાર બાદ વિશ્વના દેશો ઇરાન સાથેના સંબંધો બંધ કરે. જેમાં ક્રૂડથી માંડીને તમામ સંબંધો કાપવાની વાત છે. 

ઇરાની વિદેશ મંત્રીને જ્યારે પુછવામાં આવ્યું કે, તેલ આયાત ચાલુ રાખવાનો ભરોસો અપાવ્યો તો તેમમે કહ્યું કે, ઇરાન સાથે આર્થિક સહયોગ અને કાચા તેલની આયાદ ચાલુ રાખવા મુદ્દે અમારા ભારતીય મિત્રોનું વલણ હંમેશા જ સ્પષ્ટ રહ્યું છે. અને મે આ નિવેદન પોતાનાં ભારતીય સમકક્ષ (વિદેશ મંત્રી) પાસેથી પણ સાંભળ્યું.

જરીફે કહ્યું કે, ભારતની સાતે અમારા વ્યાપક સહયોગી સંબંધો છે અને આ સંબંધોમાં એનર્જી કોઓપરેશનનો સમાવેશ છે કારણ કે ઇરાન હંમેશા જ ભારતની ઉર્જા જરૂરિયાતોનું વિશ્વસનીય સ્ત્રોત રહ્યું છે. જરીફે કહ્યું કે, ઇરાન ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબુત કરવા માંગે છે. ઇરાન ભારતનો ત્રીજો તેલ નિકાસકાર છે. ભારત આ વર્ષે ઇરાનમાંથી તેલની આયાત વધારવાનો નિર્ણય લીધો હતો ત્યારે ઇરાને તેની ઘણી મદદ કરી હતી. પહેલા અમેરિકી પ્રતિબંધો વચ્ચે વ્યાપારિક સંબંધો કાયમ રાખનારા મુઠ્ઠીભર દેશોમાંથી ભારત એક હતું. 

જો કે આ વખતે ભારત ચીન પછી બીજા નંબરનો સૌથી મોટો તેલ ખરીદતો દેશ છે. ભારત ઇરાન પાસેથી તેલ આયાતમાં ઘટાડો કરી ચુક્યું છે. પરંતુ આ નિર્ણય થયો નથી કે ઇરાન પાસેથી તેલ ખરીદી સંપુર્ણ બંધ કરી દેવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news