Into The Wild માં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે Vicky Kaushal, આ દેશમાં થશે શૂટિંગ

વિક્કી કૌશલ (Vicky Kaushal) શોની નવી સિઝનમાં જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં કરવામાં આવશે. ડિસ્કવરી ચેનલમાં વિશ્વભરમાં લોકપ્રિય ટીવી શો ઈન્ટૂ ધ વાઈલ્ડ વિદ બેયર ગ્રિલ્સ (Into the Wild with Bear Grylls)માં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ દેખાઈ ચૂક્યા છે. આ બંને અભિનેતાના એપિસોડને ખુબ જ પસંદ કરવામાં આવ્યો અને ચેનલને જબરજસ્ત TRP મળી. ત્યારે હવે બોલીવુડના અમુક નવા મહેમાનો આ શોમાં દેખાવાના છે. 

Into The Wild માં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે Vicky Kaushal, આ દેશમાં થશે શૂટિંગ

નવી દિલ્હીઃ વિક્કી કૌશલ (Vicky Kaushal) શોની નવી સિઝનમાં જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં કરવામાં આવશે. ડિસ્કવરી ચેનલમાં વિશ્વભરમાં લોકપ્રિય ટીવી શો ઈન્ટૂ ધ વાઈલ્ડ વિદ બેયર ગ્રિલ્સ (Into the Wild with Bear Grylls)માં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ દેખાઈ ચૂક્યા છે. આ બંને અભિનેતાના એપિસોડને ખુબ જ પસંદ કરવામાં આવ્યો અને ચેનલને જબરજસ્ત TRP મળી. ત્યારે હવે બોલીવુડના અમુક નવા મહેમાનો આ શોમાં દેખાવાના છે. 

બેયર સાથે દેખાશે વિક્કી કૌશલ(Vicky Kaushal) -
બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) ટૂંક સમયમાં આ સર્વાઈવલ શોમાં દેખાશે. વિક્કી કૌશલ (Vicky Kaushal)ની પર્સનાલિટી ખુબ જ વાઈલ્ડ છે અને તેમને છેલ્લા અમુક વર્ષોમાં ખુદને વધુ ઈવોલ્વ કર્યા છે. શોમાં તેમના એપિસોડની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં એવી પણ ચર્ચા હતી કે, અજય દેવગણ આ શોમાં જોવા મળશે. ત્યારે હવે વિક્કી કૌશલનું નામ સામે આવ્યું છે. 

માલદીવમાં થશે એપિસોડનું શૂટિંગ-
વિક્કી કૌશલ(Vicky Kaushal) શોના નવી સિઝનમાં જોવા મળશે. આ શોની શૂટિંગની જો વાત કરીએ તો, આ એપિસોડને માલદીવમાં શૂટ કરવામાં આવશે. જો કે, મહત્વની વાત એ છે કે, વિક્કી કૌશલ(Vicky Kaushal)ને હાઈડ્રોફોબિયા છે અને તેમને ઉંડા પાણીમાં જતાં ડર લાગે છે. એવામાં વિક્કી કૌશલ સમુદ્રમાં જશે કે નહીં તે સવાલ છે.

ડિસ્કવરી પ્લસ પર આવશે એપિસોડ-
જાણકારી મુજબ, વિક્કી કૌશલ(Vicky Kaushal) આ શોની શૂટિંગ માટે આજે સવારે રવાના થઈ ગયા. જ્યાં સુધી શોના પ્રસારણની વાત છે તો દર્શકો પહેલાં ડિસ્કવરી પ્લસ એલ્પિકેશન પર જોઈ શકશે અને તે પછી તેઓ આ શોની ચેનલ પર એપિસોડ જોઈ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news