આખરે શું છે આ 'ડિસીઝ-X'? જે મહામારી કોવિડ-19 કરતા પણ છે ખતરનાક, જાણો તેના વિશે બધુ જ
Disease-X: એક બાજુ જ્યાં લાખો લોકોનો ભોગ લેનારી ખતરનાક મહામારી કોવિડ-19નો અંત જોવા મળી રહ્યો છે ત્યાં વિશ્વ આરોગ્ય સંગઠને તેનાથી પણ ઘાતક વાયરસ ડિસીઝ એક્સની ચેતવણી આપી છે.
Trending Photos
Disease-X: એક બાજુ જ્યાં લાખો લોકોનો ભોગ લેનારી ખતરનાક મહામારી કોવિડ-19નો અંત જોવા મળી રહ્યો છે ત્યાં વિશ્વ આરોગ્ય સંગઠને તેનાથી પણ ઘાતક વાયરસ ડિસીઝ એક્સની ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ડો. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે હાલમાં જ જીનેવામાં વિશ્વ આરોગ્ય સભાની બેઠકમાં આ મહામારી અંગે ચેતવણી આપી છે. આ બેઠકમાં તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે એક વધુ મહામારી ગમે ત્યારે આવી શકે છે. જે ભયાનક બીમારી ફેલાવી શકે છે અને મોટી સંખ્યામાં લોકોના જીવ પણ લઈ શકે છે.
તેમણે કહ્યું કે આપણે સામૂહિક રીતે તેનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. WHO એ કેટલાક ચેપી રોગોની ઓળખ કરી છે જે આગામી મહામારીનું કારણ બની શકે છે. આ બીમારીઓમાં ઈબોલા વાયરસ, મારબર્ગ, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સેન્ડ્રોમ, સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કોવિડ-19, ઝીકા અને કદાચ સૌથી ખતરનાક ડિસીઝ એક્સ સામેલ છે.
એક રોગ કે ફક્ત એક શબ્દ?
આ કોઈ બીમારી નથી પરંતુ એક શબ્દ છે. આ સૌથી ખરાબ બીમારી થઈ શકે છે. આ શબ્દનો પ્રયોગ WHO દ્વારા પ્લેસહોલ્ડર તરીકે માનવ સંક્રમણથી થનારી બીમારીનું વર્ણન કરવા માટે થાય છે અને હાલમાં ચિકિત્સા વિજ્ઞાન માટે અજાણ્યું છે. ડિસીઝ એક્સ એક એવી બીમારી બની શકે છે જે ભવિષ્યમાં ભયાનક મહામારીમાં ફેરવાઈ શકે છે અને વૈજ્ઞાનિકોને તેના વિશે કોઈ જાણકારી નથી.
'ડિસીઝ એક્સ' નામ જ કેમ રખાયું?
કોરોના વાયરસ પણ પહેલા ડિસીઝ એક્સ જ હતો. WHO એ 2018માં પહેલીવાર ડિસિઝ એક્સનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ 'ડિસીઝ એક્સ'ની જગ્યા કોરોના-19એ લઈ લીધી. આવું જ આગામી વખતે થશે જ્યારે કોઈ મહામારી વિશે જાણકારી મળશે. ત્યારબાદ હાલના 'ડિસીઝ એક્સ'ને તે બીમારીના નવા નામમાં ફેરવી દેવામાં આવશે.
કેમ વૈજ્ઞાનિકો છે ચિંતાતૂર?
ડિસીઝ એક્સ આવનારા સમયમાં એક ઘાતક બીમારીન તરીકે ઊભરી આવશે એવું WHO પ્રમુખ પહેલેથી કહી ચૂક્યા છે. આથી લોકોએ પોતાના સ્વાસ્થ્યને જોતા અત્યારથી સતર્ક રહેવાની જરૂર છે. એક ચિંતા એ પણ છે કે જ્યારે કોરોના વાયરસ આવ્યો તો તેના ઈલાજ માટે ભારતમાં કોઈ દવા કે વેક્સીન ઉપલબ્ધ નહતી. એ જરીતે ડિસીઝ એક્સ માટે પણ હાલ કોઈ દવા કે પ્રયોગ કરવામાં આવી રહ્યો નથી.
વાયરસની પ્રકૃતિ, ડિસીઝ એક્સ જંગલી કે પાલતૂ જાનવરોથી નીકળશે
વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી રોગ X જૂનોટિક હશે. જેનો અર્થ એ છે કે તે જંગલી કે ઘરેલુ જાનવરોમાંથી ઉત્પન્ન થશે. ઈબોલા, એચઆઈવી/એડ્સ, અને કોવિડ-19 જૂનોટિક પ્રકોપ હતા. જો કે હાલ ડિસીઝ એક્સ વિશે કોઈ સટીક ભવિષ્યવાણી થઈ શકે નહીં. ડિસીઝ એક્સને લઈને કેટલાક વિશેષજ્ઞો માને છે કે આગામી મહામારી કોઈ વાયરસ કે બેક્ટરિયાના કારણે ફેલાઈ શકે છે. એવું પણ મનાઈ રહ્યું છે કે કોઈ પ્રયોગશાળામાં કોઈ દુર્ઘટના કે જૈવિક હુમલાના કારણે પણ ડિસીઝ એક્સ પેદા થઈ શકે છે.
ડિસીઝ એક્સ વિશે શું થઈ શકે છે
ડિસીઝ એક્સથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. તેના પ્રકોપને રોકવા માટે અને મુકાબલો કરવા માટે દુનિયાભરના મેડિકલ એક્સપર્ટ્સ દરેક શક્ય ઉપાય, અનુસંધાન અને નિગરાણી કરી રહ્યા છે. બધુ મળીને વિશેષજ્ઞોનું માનવું છે કે કોવિડ-19 મહામારી દુનિયા પર કહેર વર્તાવનારી પહેલી કે છેલ્લી બીમારી નથી. દુનિયાએ આગામી પ્રકોપ માટે તૈયાર રહેવાની જરૂર છે. વૈજ્ઞાનિકો, રિસર્ચર્સ અને નીતિ ઘડવૈયાઓ માટે એ જરૂરી છે કે તેઓ સતર્ક રહે અને ભવિષ્યના સંભવિત જોખમોની નિગરાણી અને અભ્યાસ કરતા રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે