Miracle Surgery: બાળકનું અકસ્માતમાં 'માથું ધડથી અલગ' થઈ ગયું, ડોક્ટરોએ ઓપરેશન કરીને જોડી દીધુ

Israeli Doctors Miracle Surgery: ઈઝરાયેલના ડોક્ટરોએ એક રોડ અકસ્માતમાં 12 વર્ષના છોકરાનું માથું ઈન્ટરનલી ધડથી અલગ થયા બાદ તેને ફરીથી જોડવાનો ચમત્કાર કરી દેખાડ્યો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યાં મુજ સુલેમાન હસન નામના 12 વર્ષના પેલેસ્ટિનિયન બાળકને ગંભીર ઈજા થઈ હતી.

Miracle Surgery: બાળકનું અકસ્માતમાં 'માથું ધડથી અલગ' થઈ ગયું, ડોક્ટરોએ ઓપરેશન કરીને જોડી દીધુ

ઈઝરાયેલના ડોક્ટરોએ એક રોડ અકસ્માતમાં 12 વર્ષના છોકરાનું માથું ઈન્ટરનલી ધડથી અલગ થયા બાદ તેને ફરીથી જોડવાનો ચમત્કાર કરી દેખાડ્યો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યાં મુજ સુલેમાન હસન નામના 12 વર્ષના પેલેસ્ટિનિયન બાળકને ગંભીર ઈજા થઈ હતી. જેમાં આંતરિક રીતે તેના માથાનો અંદરનો ભાગ ગરદનથી અલગ થઈ ગયો હતો.  

હસન સાઈકલ ચલાવતો હતો અને અચાનક તેને કારે ટક્કર મારી દીધી. તેને હાડાસા મેડિકલ સેન્ટર લાવવામાં આવ્યો અને ટ્રોમા યુનિટમાં તરત તેનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓર્થોપેડિક વિશેષજ્ઞ ડો. ઓહદ ઈનાવે આ ઓપરેશનનું નેતૃત્વ કર્યું. જેમાં કલાકો ગયા. તેમણે કહ્યું કે ડોક્ટરોએ 'ડેમેજ એસરિયામાં નવી પ્લેટો અને ફિક્સેશન'નો ઉપયોગ કર્યો.

અત્રે જણાવવાનું કે ઈન્ટરનલ ડિકૈપિટેશનમાં માથું, કરોડના હાડકાંનો ઉપરનો ભાગ અલગ થઈ જાય છે. પરંતુ બહાર તે ચામડીથી જોડાયેલો રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ એક એવી સ્થિતિ છે જ્યારે માથાને સ્પાઈનલ કોડ (કરોડ)ના ટોપ વર્ટિબ્રાથી જોડનારી માંસપેશીઓને જોરથી ઝટકો લાગે છે અને તે ફાટી જાય છે. 

17 વર્ષમાં આવા માત્ર 16 કેસ
ડેઈલી મેલના એક રિપોર્ટ મુજબ આ પ્રકારની ઈજા ખુબ દુર્લભ છે. કરોડના હાડકામાં આવી ઈજાના મામલા એક ટકાથી પણ ઓછા સામે આવે છે. જો કે ઈન્ટરનલ ડિકૈપિટેશનના કેસોની વધુ જાણકારી નથી કારણ કે તેનાથી પીડિત 70 ટકા લોકોનું ઘટનાસ્થળે અથવા તો હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ જાય છે.  ફિલાડેલ્ફિયાના ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં થયેલા એક સ્ટડી મુજબ 1983 થી 2003 વચ્ચે (17 વર્ષમાં) ઈન્ટરનલ ડિકૈપિટેશનના 16 કેસ સામે આવ્યા છે. 

બાળકની રિકવરી ચમત્કારી- ડોક્ટરો
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ મુજબ આ ઘટના ગત મહિને એટલે કે જૂનની છે. પરંતુ ડોક્ટરોએ જુલાઈ સુધી ઘટનાને જાહેર કરી નહીં. ડોક્ટરોનું કહેવું છે કે સુલેમાન હસનની રિકવરી કોઈ ચમત્કારથી કમ નથી. કારણ કે તેના જીવતા રહેવાની સંભાવના ખુબ જ ઓછી હતી. સર્જરી અનેક કલાકો સુધી ચાલી. હાલ સુલેમાનને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે. 

ડોક્ટરોએ જણાવ્યું કે સર્જરી દરમિયાન તેમણે સુલેમાનના માથાન કરોડના હાડકા સાથે જોડવા માટે રોડ, સ્ક્રૂ, પ્લેટ્સ અને  બોન ગ્રાફ્ટ્સનો ઉપયોગ કર્યો. તેમણે  કહ્યું કે આ સર્જરી એટલા માટે શક્ય બની કારણ કે અકસ્માતમાં સુલેમાનની મુખ્ય નસોને નુકસાન થયું નહતું. તેના દિમાગમાં બ્લ્ડ સર્ક્યુલેશન જળવાઈ રહ્યું હતું. આવું ન થાત તો બ્રેઈન ડેડ થઈ જાત અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ જાત. 

સર્જરી કરનારા હાદાસાહ મેડિકલ સેન્ટરના ડો.ઓહદ ઈનાવ તથા ડો.જીવ આસાએ જણાવ્યું કે સુલેમાનને કોઈ ન્યૂરોલોજિકલ કમી કે સેન્સરી પ્રોબ્લમ નથી. તેના શરીરમાં કોઈ પણ પ્રકારની શિથિલતા નથી અને તે મદદ વગર ચાલી શકે છે. પરંતુ થોડા સમય માટે તેને ફિઝિયોથેરાપી આપવામાં આવશે. ત્યારબાદ જ તે માથા અને ગળાને મૂવ કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news