કોરોનાકાળમાં નવી આફતના એંધાણ? ઉ.કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો  

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે ફરીએકવાર  અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ છે કિમ જોંગ ઉનનો એક લેટેસ્ટ વીડિયો.

કોરોનાકાળમાં નવી આફતના એંધાણ? ઉ.કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો  

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે ફરીએકવાર  અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ છે કિમ જોંગ ઉનનો એક લેટેસ્ટ વીડિયો. મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ અચાનક જ્યારે સનકી તાનાશાહ હાલમાં સાર્વજનિક દેખાયો તો પહેલા કરતા તે ખુબ અલગ દેખાતો હતો. કિમના સ્વાસ્થ્ય અંગે લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે કોઈ બીમારીના કારણે તેનામાં આ ફેરફાર થયો હોઈ શકે. 

તસવીરોનું કર્યું વિશ્લેષણ
એનકે ન્યૂઝના રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયા અને તેના નેતાઓ પર બાજ નજર રાખી રહેલા લોકોનો દાવો છે કે તાનાશાહ કિમ જોંગ ઉને ખુબ વજન ઘટાડ્યું છે. કિમની નવેમ્બર-ડિસેમ્બર 2020ની તસવીરને એપ્રિલ 2021 અને જૂન 2021 સાથે સરખામણી કરતા સ્પષ્ટ નજરે ચડે છે કે તાનાશાહનું વજન ઘટ્યું છે. અત્રે જણાવવાનું કે લગભગ એક મહિનો ગાયબ રહ્યા બાદ કિમ ગત અઠવાડિયે જાહેરમાં જોવા મળ્યા. 

Watch એ જણાવી સચ્ચાઈ
કિમની તસવીરોનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યા બાદ એ વાત સામે આવી છે કે તાનાશાહ સ્વિસ કંપનીની જે ઘડિયાળ પહેરે છે તેના સ્ટ્રેપની લંબાઈ બકલ સુધી પહોંચી ગઈ છે. જેનો અર્થ એ થયો કે કિમનું કાંડુ પાતળું થયું છે. મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં રાજનીતિ વિજ્ઞાનના એસોસિએટ્સ પ્રોફેસર વિપિન નારંગ (Vipin Narang)એ કહ્યું કે જો કિમે સ્વસ્થ રેહવા માટે પોતાનું વજન ઓછું કર્યું હોય તો ઠીક છે પરંતુ જો વજન આપોઆપ ઘટી ગયું હોય તો તે કોઈ બીમારીનો સંકેત છે. 

— Vipin Narang (@NarangVipin) June 5, 2021

કિમ અનેકવાર થઈ ચૂક્યા છે ગાયબ
નારંગે NK ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે જો તાનાશાહનું સ્વાસ્થ્ય ખરાબ છે તો પડદા પાછળ તેમના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હશે અને આવનારો સમય દુનિયા માટે પરેશાનીભર્યો હોઈ શકે છે. ઉત્તર કોરિયાના તાનાશાહનું સ્વાસ્થ્ય દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ગુપ્તચર સેવા (NIS) સહિત તજજ્ઞો અને દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓ માટે ઊંડા રસનો વિષય રહ્યો છે. કારણ કે કિમ અનેકવાર ગાયબ થઈ ચૂક્યા છે. 

Cardiovascular Disease નું જોખમ
આ અગાઉ તજજ્ઞોએ કહ્યું હતું કે કિમ જોંગ ઉનને હ્રદય રોગનું જોખમ છે. કારણ કે તેમના પરિવારનો હ્રદય રોગ સંબંધિત બીમારીઓનો ઈતિહાસ રહ્યો છે. નવેમ્બર 2020માં NIS ને કેટલાક દક્ષિણ કોરિયન સાંસદોએ જણાવ્યું હતું કે કિમનું વજન લગભગ 140 કિલોગ્રામ છે. જ્યારે દક્ષિણ કોરિયામાં યુએસ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડના ઈન્ટેલિજન્સ અધિકારી માઈક બ્રોડકાએ કહ્યું કે તાનાશાહનું વજન ઓછું કરવું હેલ્થી લાઈફ સ્ટાઈલનો ભાગ હોઈ શકે છે. પરંતુ તે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે અને આપણે તેના પર નજર રાખવી પડશે. 

આ રિપોર્ટથી ઊભા થયા અનેક સવાલ
એક જૂને એક રિપોર્ટ સામે આવ્યો જેમાં કહેવાયું કે ઉત્તર કોરિયામાં સેકન્ડ ઈન કમાન્ડનું પદ બનાવવામાં આવ્યું છે. જેનાથી એ વાતને બળ મળે છે કે ઉત્તર કોરિયામાં કશું ઠીક નથી. જો કે તાનાશાહ અને કોરિયા વિશે કઈ પણ સાચે સાચું કહેવું મુશ્કેલ છે. કારણ કે ત્યાંથી આવનારી તમામ ખબરો ફિલ્ટર થઈને આવે છે. પરંતુ જો કિમની બીમારીની ખબર સત્ય છે તો તે હવે જોવાનું રહેશે કે તેમના વારસદાર કોણ બને છે અને તે દુનિયા માટે કઈ નવી મુશ્કેલી ઊભી કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news