2024માં પહોંચી ગઈ દુનિયા, એક જગ્યા જે 2017માં રહી જઈ, જાણો 7 વર્ષ પાછળ ચાલી રહેલા આ અનોખા દેશ વિશે
Unique Country: દુનિયામાં ઘણી એવી જગ્યા છે, જે પોતાના અંદાજ માટે જાણીતી છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યાં છીએ જે બાકી બધાથી સાત વર્ષ પાછળ ચાલી રહ્યો છે. અહીં તમને ટાઈમ ટ્રાવેલ જેવો અનુભવ થશે.
Trending Photos
Ajab -Gajab Country: ટાઈમ ટ્રાવેલ ફિલ્મો અને કહાનીઓની વાત લાગે છે. સમયથી પાછળ જઈ દર્શાવવામાં આવેલી કહાનીઓ સાથે જોડાયેલી ઘણી બોલીવુડ અને બોલીવુડ ફિલ્મો કે સીરિયલ તમે જોઈ હશે, પરંતુ શજું થશે જ્યારે વાસ્તવિક દુનિયામાં તમને ટાઈમ ટ્રાવેલ જેવો અનુભવ થાય? તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ સત્ય છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાં સમય બાકી દેશોથી ખુબ પાછળ ચાલી રહ્યો છે. આખરે આ દેશ કયો છે...
દુનિયાથી 7 વર્ષ પાછળ છે આ દેશ
કહેવાય છે કે સમય ઝડપથી પસાર થાય છે, પરંતુ ધરતી પર એક એવી જગ્યા છે જે દુનિયા માટે સમયથી પાછળ છે, અહીં સમય થોભી ગયો છે. આ દેશ છે ઇથિયોપિયા, જે બાકી દેશોના મુકાબલે સાત વર્ષ પાછળ ચાલી રહ્યો છે.
કેમ આટલો પાછળ છે?
હકીકતમાં ઇથિયોરિયાના કેલેન્ડરમાં 12 નહીં, પરંતુ 13 મહિના હોય છે. અહીંનું કેલેન્ડર દુનિયાથી 7 વર્ષ 3 મહિના પાછળ ચાલે છે. અહીં છેલ્લા મહિનાને પેગ્યૂમ કહેવામાં આવે છે, જે માત્ર 5 કે 6 દિવસનો હોય છે. રિપોર્ટ્સ પ્રમાણે આ છેલ્લા મહિનાને તે દિવસોની યાદમાં કેલેન્ડરમાં જોડવામાં આવ્યો છે, જે કોઈ કારણે વર્ષની ગણતરીમાં આવતા નથી.
અહીં હજુ પણ થઈ રહ્યો છે જૂના કેલેન્ડરનો ઉપયોગ
ઇથિયોપિયા આજે પણ પોતાના પ્રાચીન કેલેન્ડરનો ઉપયોગ કરી રહ્યું છે. અહીંના લોકો પોતાના અલગ કેલેન્ડરને કારણે 11 સપ્ટેમ્બર 2007ના નવી સદી મનાવી હતી. કહેવામાં આવે છે કે આ કેલેન્ડરને રોમન ચર્ચે 525 ઈસ્વીમાં સંશોધિત કર્યું હતું.
દુનિયાના મોટા ભાગના દેશ ગ્રેગોરિયન કેલેન્ડરને ફોલો કરે છે. પરંતુ ઈથિયોપિયામાં ઘણા લોકો ઈંગ્લિશ કેલેન્ડરને માને છે અને ઘણા આયોજનો દરમિયાન બંને કેલેન્ડરને ધ્યાનમાં રાખવામાં આવે છે.
અહીંની રજાઓ પણ બાકી દેશોથી અલગ
ઈથિયોપિયા ખુદના કેલેન્ડર સિસ્ટમને ફોલો કરે છે. અહીં મહત્વપૂર્ણ રજાઓ તે દિવસોમાં આવે છે, જે બાકી દુનિયાથી અલગ છે. અહીં આવતા ટૂરિસ્ટ્સને આ અસુવિધા થાય છે. પુરાતાત્વિક નિષ્કર્ષોમાં અહીંના અફાર ક્ષેત્રને સૌથી જૂનું ગણાવવામાં આવે છે. માનવામાં આવે છે કે મનુષ્યોએ સૌથી પહેલા અહીં રહેવાનું શરૂ કર્યું હતું. અહીં ખોદકામ દરમિયાન 3.2 મિલિયન વર્ષ જૂનું હોમિનિડ હાડપિંજર મળી આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે