PAKને લપડાક; જૈશ એ મોહમ્મદે જ સ્વીકાર્યું, ભારતે PoKમાં તેમના આતંકી કેમ્પમાં તબાહી મચાવી

ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પોને તબાહ કર્યા બાદથી સતત આ મુદ્દે અલગ અલગ નિવેદનો આવી રહ્યાં છે. હવે મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમરે પણ કહ્યું કે તેમના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી છે.

PAKને લપડાક; જૈશ એ મોહમ્મદે જ સ્વીકાર્યું, ભારતે PoKમાં તેમના આતંકી કેમ્પમાં તબાહી મચાવી

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પોને તબાહ કર્યા બાદથી સતત આ મુદ્દે અલગ અલગ નિવેદનો આવી રહ્યાં છે. હવે મસૂદ અઝહરના ભાઈ મૌલાના અમરે પણ કહ્યું કે તેમના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી છે. અત્રે જણાવવાનું કે મૌલાના અમરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાકિસ્તાન સરકાર અને સેના સતત એ વાતનો ઈન્કાર કરી રહ્યાં છે કે ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી તેમને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. જૈશ એ મોહમ્મદે એક કથિત ઓડિયો ટેપ જારી કરીને એ વાતની પુષ્ટિ કરી છે કે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈકમાં તેના આતંકી કેમ્પો તબાહ કર્યા છે. જો કે ઝી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. 

ઓડિયો ટેપમાં અમરને એ વાત કહેતા સાંભળી શકાય છે કે ભારતીય જેટે કોઈ સુરક્ષિત ઘર કે મિલેટ્રી કેમ્પ પર બોમ્બ નથી ફેંક્યા પરંતુ એક મર્કઝ પર હુમલો કર્યો. મર્કઝ એક પ્રકારનું ધાર્મિક સેન્ટર છે જ્યાં જેહાદ અંગે ભણાવવામાં આવે છે. તે યુદ્ધની જાહેરાત જેવું જ છે. બીજી બાજુ મીડિયા રિપોર્ટ્સ મુજબ કહેવાય છે કે આ કાર્યવાહીમાં આઈએસઆઈના કર્નલ સલીમ કારી અને જૈશના ટ્રેનર મૌલાન મોઈન પણ માર્યા ગયા છે. 

અત્રે જણાવવાનું કે 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં ભારતીય વાયુસેનાના 12 મિરાજ વિમાનોએ જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર 1000 કિગ્રાના બોમ્બ વરસાવ્યાં હતાં. જેમાં મોટી સંખ્યામાં જૈશના ટોચના કમાન્ડર્સ અને આતંકીઓ માર્યા ગયા હતાં. 

મસૂદ અઝહરની કીડની ખરાબ
એવા પણ અહેવાલ છે કે આતંકી મસૂદ અઝહરની બંને કીડની ખરાબ થઈ ગઈ છે અને તેનો રાવલપિંડીની એક સૈનિક હોસ્પિટલમાં નિયમિત ડાયાલિસિસ થઈ રહ્યો છે. સુરક્ષા અધિકારીઓએ આ જાણકારી શનિવારે આપી હતી. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું હતું કે જૈશનો ચીફ બીમાર છે. આ અંગે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું કે હાલના અહેવાલો એ વાત તરફ ઈશારો કરે છે કે અઝહરની બંને કીડનીએ કામ કરવાનું બંધ કરી દીધુ છે અને તેની પાકિસ્તાનની સેનાના હેડક્વાર્ટર રાવલપિંડીની એક સૈનિક હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. તે ડાયાલિસિસ પર છે. 

પાકિસ્તાનમાં જ છે મસૂદ
કુરેશીએ ગુરુવારે કહ્યું હતું કે મને મળેલી જાણકારી મુજબ તે પાકિસ્તાનમાં જ છે. તે એ હદે બીમાર છે કે તે ઘરમાંથી બહાર પણ નીકળી શકતો નથી. તે ખુબ બીમાર છે. અધિકારીએ જણાવ્યું કે જૈશ એ મોહમ્મદનો ચીફ ઓસામા બિન લાદેનનો નીકટનો સહયોગી હતો. તેણે અનેક આફ્રિકી દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન આપ્યું અને તેને એવા પાકિસ્તાની મૌલવી તરીકે ઓળખવામા આવે છે કે જેણે બ્રિટનની મસ્જિદોમાં જેહાદના પાઠ ભણાવ્યાં. 

લાદેને કરાવ્યું હતું ભોજન
તેમણે કહ્યું કે 50 વર્ષનો આ આતંકી એટલો પ્રભાવ ધરાવે છે કે જ્યારે ઈન્ડિયન એરલાઈન્સના અપહ્રત વિમાન આઈસી 814ને આતંકીઓના કબ્જામાંથી છોડાવવા માટે ભારતે તેને કંધારમાં 31 ડિસેમ્બર 1999ના રોજ છોડ્વો પડ્યો તો લાદેને તે જ રાતે તેના માટે રાત્રિ ભોજનું આયોજન કર્યું હતું. 1994માં જમ્મુ અને કાશ્મીરમાં જેહાદના પાઠ ભણાવવાના આરોપમાં તેની ધરપકડ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news