OMG: આ નદીમાં ભૂલથી પણ કોઈ ઉતરતું નથી... જીવતા થઈ જાય છે ગુમ, વૈજ્ઞાનિકો માટે મોટો કોયડો
આજે પણ અમે તમને આવી જ એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં તો આ કહાની પર વિશ્વાસ નહીં આવે. આજે અમે તમને એક એવી નદી (Boiling River) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દાદા દાદીની કહાનીઓની જેમ જ છે.
Trending Photos
આપણે નાનપણમાં દાદા-દાદીઓ પાસેથી આશ્ચર્યજનક કહાનીઓ સાંભળી હશે, પરંતુ આજના જમાનામાં આવી કહાનીઓ પર કોઈ વિશ્વાસ કરતું નથી. પરંતુ તમને જણાવી દઈએ કે આજે પણ દાદા-દાદીઓ પાસેથી સાંભળેલી કહાનીમાં અજીબોગરીબ રહસ્યો (Strange Mysteries) આજે પણ વણ ઉકેલાયા પડ્યા છે. આજે પણ અમે તમને આવી જ એક કહાની જણાવવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં તો આ કહાની પર વિશ્વાસ નહીં આવે. આજે અમે તમને એક એવી નદી (Boiling River) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દાદા દાદીની કહાનીઓની જેમ જ છે.
તમે જાણીને આશ્ચર્યમાં પડી જશો કે આ નદીમાં જો કોઈ માણસ ભૂલથી પણ પડી જાય તો અથવા તો તેમાં ઉતરે તો જીવતો પાછો આવી શકતો નથી. ભૂ-વૈજ્ઞાનિક આંદ્રે રૂજો (geologist Andres Ruzo)એ આ નદીની શોધ કરી હતી. એમઝોનના જંગલો (Amazon Forest)માં આ નદી પેરૂ (Peru) માંથી વહે છે. તેનું નામ મયાનતુયાકૂ (Mayantuyacu River) છે.
આ રહસ્યમય નદીને આંદ્રેએ વર્ષ 2011માં શોધી હતી
તમને જાણીને નવાઈ લાગશે કે આ નદી (Boiling River Peru)નું પાણી હંમેશા ઉકળતું રહે છે. આ નદીનું પાણી કેમ ઉકળે છે તેનું રહસ્ય હજુ પણ વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી. જ્યારે આન્દ્રે આ 'ઉકળતી નદી' (Boiling River Mayantuyacu) ને પોતાની આંખોથી જોઈ ત્યારે તે પોતાની આંખો ઉપર પણ વિશ્વાસ કરી શક્યા નહોતા. પેરુમાં આ રહસ્યમય નદીની શોધ આંદ્રે રુજોએ વર્ષ 2011માં કરી હતી.
આન્દ્રેના દાદાએ બાળપણમાં વાર્તા કહી હતી
આંદ્રે રુજોએ જણાવ્યું હતું કે તેમના દાદાએ તેમને બાળપણમાં આ નદીઓની વાર્તા કહી હતી, પરંતુ તેમના દાદાને પણ આ નદી વિશે ખબર ન હતી. આંદ્રેએ જણાવ્યું કે આ નદીની વાર્તા તેમને આશ્ચર્યથી ભરી દેતી હતી. તે સમયે તેમને ખ્યાલ નહોતો કે આવી કોઈ નદી ખરેખરમાં અસ્તિત્વમાં છે.
નદીની નજીક કોઈ સક્રિય જ્વાળામુખી નથી
આંદ્રે રુજો મોટા થયા ત્યારે પણ ઉકળતી નદીની વાર્તા તેમના મનમાં ગુંજતી રહેતી હતી. ઘણી વાર તે વિચારતા હતા કે શું તે શક્ય છે? આંદ્રે તેના યુનિવર્સિટીના સાથીદારો તેમજ તેલ, ગેસ અને ખાણકામ કંપનીઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેના વિશે કોઈ જાણતું ન હતું. જ્યારે આંદ્રેએ આ નદીની શોધ કરી ત્યારે તેમને લાગ્યું કે વિજ્ઞાન તરીકે એ શક્ય નથી કે નદીનું પાણી હંમેશા આગ વગર ઉકળે. નદીની આસપાસ કોઈ સક્રિય જ્વાળામુખી (Volcano) પણ નથી.
આંદ્રે એ 'ધ બોઇલિંગ રિવર' નામનું પુસ્તક લખ્યું
આ અદ્ભુત નદી વિશે રુજોએ 'ધ બોઈલિંગ રિવરઃ એડવેન્ચર એન્ડ ડિસ્કવરી ઈન ધ એમેઝોન' (The Boiling River: Adventure and Discovery in the Amazon) નામનું પુસ્તક લખ્યું છે. તેમણે તેમના પુસ્તકમાં નદીના આશ્ચર્યજનક રહસ્યો વિશે જણાવ્યું છે. રૂજોએ કહ્યું કે નદીનું પાણી એટલું ગરમ છે કે તેમાંથી ચા બનાવી શકાય છે. આ નદીના પાણીમાં જો કોઈ માનવી કે પ્રાણી આકસ્મિક રીતે પડી જાય તો તે પાકી જાય છે. આંદ્રે પોતે પોતાની આંખોથી ઘણા નાના જીવોને ઉકળતા પાણીમાં પડતા જોયા હતા, જે પડતાની સાથે જ મૃત્યુ પામે છે. આ નદીનું પાણીનું તાપમાન લગભગ 80 ડિગ્રી સેલ્સિયસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે