સમગ્ર વિશ્વમાં આ 10 દેશોમાં સૌથી વધુ રહે છે ભારતીયો, નંબર વન પર છે આ દેશ...

લાખો ભારતીયો અમેરિકા જવા ઈચ્છે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ત્યાં તમામ જરૂરી સુવિધાઓની ઉપલબ્ધતા છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં 46 લાખથી વધુ ભારતીયો વસવાટ કરે છે. બીજા નંબર પર UAE છે, જ્યાં ભારતના 31.5 લાખ લોકો રહે છે.

સમગ્ર વિશ્વમાં આ 10 દેશોમાં સૌથી વધુ રહે છે ભારતીયો, નંબર વન પર છે આ દેશ...

નવી દિલ્હી: ઘણા લોકો વિદેશ જવાનું ઈચ્છતા હોય છે. કેટલાક લોકોના સપના સાકાર પણ થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાંથી સૌથી વધુ લોકો કયા દેશમાં સ્થાયી થાય છે? ટોપના 10 દેશો કયા છે જ્યાં ભારતીયો સૌથી વધુ રહેવાનું પસંદ કરે છે? આપને જણાવી દઈએ કે કુવૈત આમાં 10માં નંબર પર છે.

નંબર 1 પર આવે છે અમેરિકા
લાખો ભારતીયો અમેરિકા જવા ઈચ્છે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ત્યાં તમામ જરૂરી સુવિધાઓની ઉપલબ્ધતા છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં 46 લાખથી વધુ ભારતીયો વસવાટ કરે છે. બીજા નંબર પર UAE છે, જ્યાં ભારતના 31.5 લાખ લોકો રહે છે.

સાઉદી અરબમાં 28 લાખથી વધુ લોકો
ત્રીજા નંબર પર મલેશિયા આવે છે, જ્યાં લગભગ 30 લાખ ભારતીયો રહે છે. 28 લાખથી વધુ લોકો સાઉદી અરબમાં રહે છે, જે ગલ્ફ દેશોમાંના એક છે, અને ચોથા નંબરે છે. મ્યાનમાર યાદીમાં પાંચમા સ્થાને છે, જ્યાં 20.8 લાખ લોકો રહે છે.

શ્રીલંકામાં રહે છે લાખો ભારતીયો
ભારતમાં ઘણા લોકોને UK જવાની ઈચ્છા હોય છે. આ જ કારણ છે કે ત્યાં 18.30 લાખ ભારતીયો વસે છે. આ કારણે તે યાદીમાં છઠ્ઠા નંબર પર આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે શ્રીલંકા જેવા ગરીબ દેશમાં પણ 16 લાખ ભારતીયો રહે છે. આ જ કારણે આ દેશ 7મા ક્રમે છે. દક્ષિણઆફ્રિકામાં ભારતીયોની સંખ્યા 15  લાખથી વધુ છે, જે કોઈ પણ દેશમાં સ્થાયી થયેલા ભારતીયોની યાદીમાં 8મા નંબરે છે.

કેનેડા અને કુવૈત 9મા અને 10મા  નંબર પર છે, જ્યાં 10.16 લાખ અને 9.30 લાખ લોકો રહે છે. તમને જણાવી દઈએ કે, ઉપર જણાવેલા તમામ આંકડા hmea.gov.in વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે, જે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ છે. આ વેબસાઈટ ભારતની બહાર સ્થાયી લોકોનો ડેટા જાહેર કરે છે. આ આંકડો 2018નો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news