નેપાળ: નવા વિવાદિત નક્શાનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરીના ઘર પર હુમલો
Trending Photos
કાઠમંડૂ: નેપાળ (Nepal) સરકારના વિવાદિત બંધારણીય સંશોધનનો વિરોધ કરનારા સાંસદ સરિતા ગિરી (Sarita Giri) ના ઘર પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ તોડફોડ કરતા તેમને દેશ છોડવાની પણ ચેતવણી આપી છે. મળતી માહિતી મુજબ સાંસદે આ અંગે પોલીસને સૂચના આપી હતી પરંતુ કોઈ પણ તેમની મદદે પહોંચ્યું નહીં. એટલે સુધી કે તેમની પાર્ટીએ પણ તેમનાથી અંતર જાળવ્યું છે. હુમલા અંગે સરિતા ગિરીએ ટ્વીટ કરીને જણાવ્યું.
નોંધનીય છે કે નેપાળ વિવાદિત નક્શાને કાયદાકીય સ્વરૂપ આપવા માટે બંધારણમાં સંશોધન કરી રહ્યું છે. જનતા સમાજવાદી પાર્ટીના સાંસદ સરિતા તેમના પક્ષમાં નથી. તેમણે આ પ્રસ્તાવને ફગાવવાની માગણી કરી છે. જેના કારણે પાર્ટી પણ તેમનાથી નારાજ જોવા મળી રહી છે. નેપાળની સંસદમાં બંધારણમાં સંશોધન પ્રસ્તાવ પર પોતાનો મત વ્યક્ત કરવા માટે સાંસદોને 72 કલાકનો સમય મળ્યો છે. સાંસદ સરિતા ગિરીનું કહેવું છે કે આ સંશોધન પ્રસ્તાવને ફગાવવો જોઈએ કારણ કે નેપાળ સરકાર પાસે પૂરતા પુરાવા નથી.
જુઓ LIVE TV
સોશિયલ મીડિયા પર સાંસદ સરિતાના ઘર પર થયેલા હુમલાની ટીકા થઈ રહી છે. માનવાધિકાર કાર્યકર રણધીર ચૌધરીએ ટ્વીટ કરીને લખ્યું કે આપણે કઈ સ્થિતિમાં પહોંચી ગયા છીએ. આજે સાંસદ પણ પોતાના ઘરમાં સુરક્ષિત નથી. સરિતા ગિરીના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો, તોડફોડ કરી. હુમલાખોરોએ તેમના વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો. આપણે આ હુમલાની ટીકા કરવી જોઈએ. મને શક છે તેમાં સરકારનો હાથ હોઈ શકે છે. રણધીરે સરિતાના ટ્વીટનો સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે. જેમાં તેમણે નેપાળી ભાષામાં લખ્યું છે કે 40-50 લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો અને મુખ્ય દ્વાર તોડી નાખ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે