અયોધ્યાને નકલી અને શ્રીરામને 'નેપાળી' ગણાવતા નિવેદન પર નેપાળમાં જ ઘેરાયા PM ઓલી

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હવે ઓલી પર નેપાળમાં જ સવાલ ઊભા થયા છે. નેપાળના અનેક નેતાઓએ ખુલીને ઓલીને નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે આવામાં ઓલીએ આવા દાવા કરવાથી બચવું જોઈએ. 
અયોધ્યાને નકલી અને શ્રીરામને 'નેપાળી' ગણાવતા નિવેદન પર નેપાળમાં જ ઘેરાયા PM ઓલી

કાઠમંડૂ: નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હવે ઓલી પર નેપાળમાં જ સવાલ ઊભા થયા છે. નેપાળના અનેક નેતાઓએ ખુલીને ઓલીને નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે આવામાં ઓલીએ આવા દાવા કરવાથી બચવું જોઈએ. 

ઓલી પોતાની સત્તાને જતી જોઈને સતત ભારત પર નિશાન સાધી રહ્યાં છે. સોમવારે તેમણે દાવો કર્યો કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે. જ્યારે અસલી અયોધ્યા તો નેપાળમાં છે. ઓલી અગાઉ પણ કહી ચૂક્યા છે કે ભારત તેમને સત્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. ઓલીએ સવાલ કર્યો કે તે સમયે આધુનિક પરિવહનના સાધન અને મોબાઈલ ફોન નહતા તો રામ જનકપુર સુધી કેવી રીતે આવ્યાં?

આ બાજુ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના સહ અધ્યક્ષ કમલ થાપાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ આ પ્રકારના નિરાધાર, અપ્રમાણિત નિવેદનોથી બચવું જોઈએ. થાપાએ ટ્વિટ કરી કે એવું લાગે છે કે પીએમ તણાવનો ઉકેલ લાવવાની જગ્યાએ નેપાળ ભારતના સંબંધ વધુ ખરાબ કરવા માંગે છે. 

— Kamal Thapa (@KTnepal) July 13, 2020

એ જ રીતે રાષ્ટ્રીય યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ સ્વર્ણિમ વાગલેએ પણ આ અંગે ચેતવણી ઉચ્ચારી. સોશિયલ મીડિયા યૂઝર્સ પ્રધાનમંત્રીના અયોધ્યાવાળા નિવેદનો પર સતત ટિપ્પણી કરી રહ્યાં છે. કેટલાક હાસ્યાસ્પદ  અને કેટલાક તેને હળવામાં લઈ રહ્યાં છે. જ્યારે કેટલાક ગંભીરતાથી તેમના દાવા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. જો કે પીએએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક બુદ્ધિજીવીઓ તેમના આ નિવેદન પર મજાક ઉડાવશે કે રામ નેપાળના હતાં. 

— ANI (@ANI) July 13, 2020

પ્રધાનમંત્રી નિવાસમાં આયોજિત એક કાર્યક્રમમાં ઓલીએ કહ્યું હતું કે ભારતે નકલી અયોધ્યા ઊભી કરીને નેપાળના સાંસ્કૃતિક તથ્યો પર અતિક્રમણ કર્યું છે. ઓલીએ એવો પણ દાવો કરી નાખ્યો કે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં નહીં પણ નેપાળના વાલ્મિકી આશ્રમ પાસે છે. વાલ્મિકી રામાયણનો નેપાળી અનુવાદ કરનારા નેપાળના આદિકવિ ભાનુભક્તની જન્મ જયંતિના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં નેપાળી પ્રધાનમંત્રી બોલી રહ્યાં હતાં. 

— Swarnim Waglé (@SwarnimWagle) July 13, 2020

તેમણે કહ્યું કે આપણે  લોકો  હજુ પણ એ જ ભ્રમમાં છીએ કે સીતાનો વિવાહ જે રામથી થયો તે ભારતીય છે. તેઓ ભારતીય નહીં પરંતુ નેપાળી હતાં. જનકપુરથી પશ્ચિમમાં રહેતા વીરગંજની પાસે ઠોરી નામની જગ્યામાં એક વાલ્મિકી આશ્રમ છે તેની પાસે અયોધ્યા છે. રામ ત્યાના જ રાજકુમાર હતાં. વાલ્મિકી નગર નામની જગ્યા હાલ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામા છે જેનો કેટલોક હિસ્સો નેપાળમાં પણ છે. 

અત્રે જણાવવાનું કે અનેક દિવસોથી નેપાળમાં કેપી ઓલીના રાજીનામાની માગણી ઉઠી રહી છે. બજેટ સત્રને સ્થગિત કર્યા બાદ કેપી ઓલી એક વટહુકમ લાવીને પાર્ટીને તોડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news