Netflix Co-Founder Reed Hastings Steps Down: નેટફ્લિક્સના કો ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે CEO ના પદેથી રાજીનામું આપ્યું, જાણો શું કહ્યું?
નેટફ્લિક્સ INC ના કો ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે સીઈઓના પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે લાંબા સમયના સાથી અને કો સીઈઓ ટેડ સારંડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સને નેટફ્લિક્સની કમાન સોંપી દેશે.
Trending Photos
નેટફ્લિક્સ INC ના કો ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે સીઈઓના પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે લાંબા સમયના સાથી અને કો સીઈઓ ટેડ સારંડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સને નેટફ્લિક્સની કમાન સોંપી દેશે.
હેસ્ટિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં જ અમે કોવિડના પડકારોનો પણ સામનો કર્યો હતો. તેનાથી અમારા વ્યવસાય ઊપર પણ ઊંડી અસર પડી હતી. તેમણે કહ્યું કે બોર્ડ અને મારું માનવું છે કે હવે યોગ્ય સમય છે કે મારે મારા પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને મારે મારા વારસદારને કમાન સોંપી દેવી જોઈએ. મળતી માહિતી મુજબ કંપનીના શેરમાં ગત વર્ષે લગભગ 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ તેમાં 6.1નો ઉછાળો પણ જોવા મળ્યો.
બીજી બાજુ સ્ટ્રીમિંગ વીડિયો પાયોનિયરે એમ પણ કહ્યું કે નેટફ્લિક્સે ગત વર્ષના અંતમાં અપેક્ષા કરતા વધુ ગ્રાહકોને સંભાળ્યા હતા. રિપોર્ટ્સ મુજબ 2022ના પહેલા ત્રિમાસિકથી જ નેટફ્લિક્સ દબાણમાં છે. હેસ્ટિંગ્સ નેટફ્લિક્સમાં કાર્યકારી અધ્યક્ષ સારંડોસ અને મુખ્ય કાર્યકારી અધિકારી પીટર્સને રાજીનામું સોંપશે. કંપની પોલીસી મુજબ તેમનું રાજીનામું તત્કાળ પ્રભાવથી લાગૂ થશે.
અત્રે જણાવવાનું કે નેટફ્લિક્સ INC માટે પડકારભર્યા સમય વચ્ચે જુલાઈ 2020માં પીટર્સ અને સારંડોસ બંનેને પ્રમોટ કરાયા હતા. નેટફ્લિક્સે કહ્યું કે તેમણે ચોથા ત્રિમાસિકમાં 7.66 મિલિયન ગ્રાહકો જોડ્યા. સ્ટ્રીમિંગ કંપનીએ ટેલિવિઝન દર્શકોને પણ જોડવાની જંગમાં હેરી અને મેઘન, તથા વેનસડેની મદદથી વોલ સ્ટ્રીટના 4.57 મિલિયન પૂર્વાનુમાનને પણ ખોટું સાબિત કર્યું.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે