ગૂડ ન્યૂઝઃ ન્યૂઝીલેન્ડમાં સમાપ્ત થયો કોરોનાનો કેર, આજે અડધી રાતથી હટશે લૉકડાઉન
ન્યૂઝીલેન્ડે કોરોના વાયરસ (New Zealand Coronavirus)નો સંપૂ્ર્ણ ખાતમો કરી દીધો છે. દેશમાં હાલ એક્પણ એક્ટિવ કેસ નથી અને છેલ્લા 17 દિવસથી કોઈ નવો કેસ નોંધાયો નથી.
Trending Photos
વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના ખાતમા બાદ આજે અડધી રાતથી લૉકડાઉનને સંપૂર્ણ પણે હટાવવામાં આવી રહ્યું છે. સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના છેલ્લા એક્ટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા બાદ હવે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા 17 દિવસમાં કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી.
ન્યૂઝીલેન્ડમાં એક મહિલા છેલ્લી કોરોના વાયરસની દર્દી હતી પરંતુ તેમાં છેલ્લા 48 કલાકમાં કોઈ લક્ષણ સામે આવ્યા નથી. મહિલા દર્દી ઓકલેન્ડની એક હોસ્પિટલમાં દાખલ હતી. પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડેને જાહેરાત કરી છે કે તેમનો દેશ લેવલ-1 એલર્ટથી આગળ વધશે. સોમવારે અડધી રાતથી લગ્ન, અતિંમ સંસ્કાર અને પબ્લિક ટ્રાન્સપોર્ટને કોઈ પ્રતિબંધ વગર શરૂ કરવામાં આવશે.
હવે જો ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો એકપણ મામલો સામે ન આવે તો આગામી સપ્તાહે દેશને કોરોના વાયરસ મુક્ત જાહેર કરી દેવામાં આવશે. આશરે 50 લખની વસ્તી વાળા આ દેશમાં કુલ 1504 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને 22 લોકોના મૃત્યુ થયા છે. દેશના પ્રધાનમંત્રી Jacinda Ardern ના નેતૃત્વની શરૂઆતથી જ મિસાલ આપવામાં આવી રહી છે.
ચીનની 'ધમકી'થી ડરી ગયું જાપાન, હોંગકોંગના મુદ્દે અંહી આપે અમેરિકાનો સાથ
ન્યૂઝીલેન્ડે આ રીતે રોક્યું લોકલ ટ્રાન્સમિશન
બધા કેસ સમાપ્ત થયા બાદ ન્યૂઝીલેન્ડે એક એપ લોન્ચ કરી છે જેની મદદથી હેલ્થ કેર પ્રોફેશનલ્સને કેસના અપડેટ્સ મળશે. અહીં કોરોનાના મામલા સામે આવ્યા બાદ સક્રિયતા દેખાડવામાં આવી અને આખરે લોકલ ટ્રાન્સમિશનને રોકી દેવામાં આવ્યું. સાથે વાયરસને સંપૂર્ણ નાબુદ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. માઇક્રોબાયોલોજી પ્રોફેસર સાઉક્સી વાઇલ્સ પ્રમાણે તેનાથી તે શીખવાની જરૂર છે કે આમ કરી શકાય છે. વાઇલ્સ ઓકલેન્ડ યુનિવર્સિટીના બાયોલૂમિનિસેન્ટ સુપરબગ્સ લેબના હેડ છે.
બહાર આવવા પર લગાવ્યા પ્રતિબંધ
વાઇલ્સનું કહેવુ છે કે, અમારા પ્રધાનમંત્રીએ નિર્ણય કર્યો કે જેમ ઇટાલીમાં થયું તે, ન્યૂઝીલેન્ડમાં થવા દેશું નહીં. દેશમાં પ્રથમ કેસ 26 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. તો માર્ચની વચ્ચે ઇટાલી અને સ્પેનમાં કેસ ઝડપથી વધી રહ્યાં હતા. ત્યારે પીએમે ન્યૂઝીલેન્ડના લોકોને ક્વોરેન્ટીન કરવાના આદેશ આપ્યા હતા. તે સમયે દેશમાં 6 કેસ હતા. 19 માર્ચે તેમણે બહારના દેશથી આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે