Nigeria: લગ્નમાંથી પાછા ફરેલા લોકોને લઈ જઈ રહેલી બોટ એકાએક પલટી, 100 લોકોના મોત
Boat capsized in Niger River: નાઈજીરિયામાં સોમવારે ક્વારા રાજ્યમાં નાઈજર નદીમાં બોટ પલટી જવાથી લગભગ 100 લોકોના મોત થયા. પોલીસ અને સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ મૃતકો આજુબાજુના ગામડાઓમાં રહેતા હતા. જે એગબોટી ગામમાં એક લગ્નમાંથી પાછા ફરી રહ્યા હતા.
Trending Photos
Boat capsized in Niger River: નાઈજીરિયામાં સોમવારે ક્વારા રાજ્યમાં નાઈજર નદીમાં બોટ પલટી જવાથી લગભગ 100 લોકોના મોત થયા. પોલીસ અને સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ મૃતકો આજુબાજુના ગામડાઓમાં રહેતા હતા. જે એગબોટી ગામમાં એક લગ્નમાંથી પાછા ફરી રહ્યા હતા.
એક ઝાડ સાથે ટકરાતા પહેલા બોટ કથિત રીતે નદીની વિશાળ લહેરોમાં ફસાઈ ગઈ હતી. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો સામેલ છે. એસોસિએટેડ પ્રેસના જણાવ્યાં મુજબ અકસ્માતમાં કોઈ જીવતું બચ્યું છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પોલીસ પ્રવક્તા ઓકાસનમી અજયીએ મંગળવારે કહ્યું કે અમને જે ખબર પડી તે એક બોટ હતી જે પલટી ગઈ અને લગભગ 100 લોકોના મોત થયા.
પરોઢિયે ઘટી દુર્ઘટના
સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ અનેક લોકોના મોત થયા કારણ કે દુર્ઘટના સવારે 3 વાગે ઘટી. તેમને કલાકો વિતવા છતાં જાણકારી ન મળી. એસોસિએટેડ પ્રેસે એક સ્થાનિકના હવાલે જણાવ્યું છે કે બોટમાં સવાર લોકોને (ઉતર્યા બાદ) પોતાની બાઈક પર વિભિન્ન સમુદાયોમાં લઈ જવાના હતા. બોટ 100થી વધુ લોકોને લઈને આવી રહી હતી.
સ્થાનિક દૈનિક નાઈજીરિયન ટ્રિબ્યુનના જણાવ્યાં મુજબ બોટ પર મુસાફરી કરનારા લોકો ક્વારાના કપાડા, એગ્બુ અને ગાકપન ગામના હતા. દુર્ઘટનામાં માર્યા ગયેલા ઓછામાં ઓછા 60 લોકોના અંતિમ સંસ્કાર થઈ ગયા છે. બચાવ અભિયાન હજુ પણ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે મોટાભાગના મુસાફરોએ લાઈફ જેકેટ જેવું કોઈ પ્રોટેક્ટિવ ગિયર પહેર્યું નહતું.
આફ્રિકી રાષ્ટ્રમાં દુખદ નાવ દુર્ઘટના સામાન્ય બની ગઈ છે. જ્યાં ઘરેલુ રીતે નિર્મિત અને ખરાબ દેખરેખવાળા જહાજોનો ઉપયોગ સામાન્ય રીતે સેંકડો લોકોને નદી પાર કરાવવા માટે થતો હોય છે. જેના પરિણામ સ્વરૂપે આવી દુર્ઘટનાઓ સામે આવે છે. 2021માં આ નાઈજર નદીમાં એક બોટ ડૂબી ગઈ અને ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે