મલાલા યૂસુફઝઈએ ઓક્સફોર્ડમાં પૂરો કર્યો સ્નાતકનો અભ્યાસ, કરી ઉજવણી

Malala Yousafzai: આતંકીઓની હિંસાનો શિકાર બનેલી મલાલા યૂસુફઝઈએ પોતાની સ્નાતકનો અભ્યાસ પૂરો કરી લીધો છે. મલાલાએ અભ્યાસ પૂરો કર્યા બાદ તેનો જશ્ન મનાવ્યો અને પરિવારની સાથે કેક કાપી હતી. 

મલાલા યૂસુફઝઈએ ઓક્સફોર્ડમાં પૂરો કર્યો સ્નાતકનો અભ્યાસ, કરી ઉજવણી

ઇસ્લામાબાદઃ શિક્ષા કાર્યકર્તા અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફઝઈએ શુક્રવારે બ્રિટનની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્ર, રાજનીતિશાસ્તર અને અર્થશાસ્ત્રમાં પોતાની ડિગ્રી પૂરી કરી છે. તેણે શુક્રવારે ઉજવણી કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત ઘાટીમાં તાલિબાની આતંકીઓએ મલાલાના માથામાં ગોળી મારી દીધી હતી. 

મલાલા પર હુમલો યુવતીઓમાં શિક્ષણનું સમર્થન કરવા પર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તે વિશ્વભરમાં તાલિબાની ક્રૂરતાના શિકાર લોકોનું પ્રતિક બની ગઈ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂટના રિપોર્ટ પ્રમાણે, મલાલાએ પોતાની ભાવના વ્યક્ત કરવા માટે ટ્વીટર પર પોતાના પરિવારની સાથે કેક કાપીને જશ્ન મનાવવાની તસવીર શેર કરી હતી. 

— Malala (@Malala) June 19, 2020

તેમણે ટ્વીટ કર્યું, ઓક્સફોર્ડમાં પોતાની ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ડિગ્રી પૂરી કરી છે, જેની મને ખુબ ખુશી છે. મને ખબર નથી કે આગળ શું છે, હાલ તો હું નેટફ્લિક્સ જોઈ રહી છું, વાંચી રહી છું અને આરામ કરુ છું. મલાલાએ પ્રથમવાર પોતાનો સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરવાની માહિતી આઠ જૂને શેર કરી હતી જ્યારે તેણે યૂટ્યૂબ વિશેષના ડિયરક્લાસઓફ2020 મા ભાગ લીધો હતો. મલાલાએ ત્યારે જણાવ્યું હતું કે, તેણે હજુ ચાર પરીક્ષાઓ આપવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news