પાકિસ્તાન થયું કંગાળ, PM ઇમરાન ખાને IMFની સામે ફેલાવ્યા હાથ

આઇએમએફનો સંપર્ક કરવાનો નિર્ણય પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા લેવામાં આવ્યો છે, જ્યારે, ખાન દેશની અર્થવ્યવસ્થાને સહાય કરનારા આ પ્રકારના નિર્ણયનો પહેલા વિરોધ કર્યો હતો. 

પાકિસ્તાન થયું કંગાળ, PM ઇમરાન ખાને IMFની સામે ફેલાવ્યા હાથ

ઇસ્લામાબાદ: પાકિસ્તાને દેશમાં વધી રહેલા ચુકવણી સંતુલન કટોકટીને પહોંચી વળવા માટે ‘બેલઆઉટ પૈકેજ’ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઇએમએફ) ની મદદ લેવાની સોમવારે જાહેરાત કરી હતી. પાકિસ્તાને અનેક વિચારણા કર્યા બાદ આ પગલું ભરવાનો વિચાર કરી લીધો છે. આઇએમએફની મદદ લેવાનો નિર્ણય પ્રાધાનમંત્રી ઇમરાનખાન દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે ઇમરાન ખાને દેશની અર્થવ્યવસ્થાને સહાયતા કરનારા આ પ્રકારના નિર્ણયનો ભૂતકાળમાં વિરોધ કર્યો હતો. 

નાણામંત્રી અસદ ઉમરે જણાવ્યું કે અનેક પ્રકારની વિચારણ કર્યા બાદ પ્રધાનમંત્રી દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવ્યા બદા હવે આઇએમએફ સાથે વાતચીત શરૂ કરવામાં આવશે. 

મહત્વનું છે, કે આ વર્ષે 31મેએ આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડાર સતત ખાલી થઇ રહ્યો છે. એક આંકડાકીય માહિતી મુજબ, પાકિસ્તાન પાસે અત્યારે માત્રા 10.3 અરબ ડોલર એટલે કે 69,504 કરો઼ડ રૂપિયા જ વિદેશી મુદ્રા ભંડારમાં છે. જ્યારે ગયા વર્ષે આ 16.4 અરબ ડોલર એટલે કે, 1,10,667 કરોડ રૂપિયા હતું.  

માત્ર 10 સપ્તાહ સુધી ચાલે તેટલો જ રૂપિયા 
ફાઇનેંશિયલ ટાઇમ્સ અનુસાર, પાકિસ્તાન પાસે જેટલી વિદેશી મુદ્રાઓ છે, તે વધારેમાં વધારે 10 અઠવાડિયા સુધી ચાલી શકે તેમ છે, ફાઇનેંશિયલ ટાઇમ્સની રિપોર્ટ અનુસાર, વિદેશમાં નોકરી કરી રહેલા પાકિસ્તાની દેશમાં જે રૂપિયા મોકલી રહ્યો છે, તેમાં પણ ઘડાડો આવ્યો છે. તેની સાથે પાકિસ્તાનની આયતમાં વધારો થયો છે. ચીન-પાક ઇકોનોમિક કોરિડોરમાં જોડાયેલી કંપનીઓને મોટી માત્રામાં ચુકવણી કરવાના કારણે વિદેશી મુદ્રા ભંડોળ ખાલી થઇ રહ્યું છે.

तेल की ऊंची कीमतों से भारत को तगड़ा झटका, IMF ने घटाया GDP ग्रोथ अनुमान

વર્લ્ડ બેંકે જાહેર કરી હતી ચેતવણી 
વિશ્વ બેંક અનુસાર ઓક્ટોબર 2017માં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આી હતી કે, તેણે ચૂકવણી અને ચાલુ ખાતમાં થયેલા નુકશાનને પહોચી વળવા માટે આ વર્ષે 17 અરબ ડોલરની જરૂર પડશે. પરંતુ, પાકિસ્તાને આનો જવાબ આપ્યો હતો, કે વિદેશમાં વસવાટ કરી રહેલા પાકિસ્તાની કરોડપતિઓને સારા લાભની લાલચ આપવામાં આવે તો તે લોકો દેશની મદદ કરી શકે છે. પાકિસ્તાની કેન્દ્રીય બેંકના એક અધિકારીએ કહ્યુ હતું, કે પ્રવાસીઓને પાકિસ્તાની ઓફર આપવામાં આવશે તો દેશના નાણાંમાં વધરો અવશ્ય આવશે.

पाकिस्तान: इमरान खान पीएम पद संभालने के बाद पहली बार चीन अगले महीने जाएंगे

મશ્કેલીમાં પાકિસ્તાન 
અમેરિકના ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપચિ બન્યા બાદ પાકિસ્તાને મળનારી આર્થિક મદદ અમેરિકાએ ઘટાડો કરી દીધો છે. રોયટર્સ અનુસાર, પાકિસ્તાન અને અમેરિકાના સબંધો હવે પહેલા કરતા એકદમ ખરાબ થઇ ગયા છે. પાકિસ્તાનને પ્રવાસીઓ પાસેથી એક અરબ ડોલરની જરૂરત છે. ચીનનું પાકિસ્તાન પર સતત દેવુ વધી રહ્યું છે. જૂન મહિનામાં પૂરા થતા આ નાણાકીય વર્ષમાં ચીન પાસેથી પાચ અરબ ડોલરની લોન લેવામાં આવી છે. 

અમેરિકા હજી કાપ મુકે તેવી શક્યતા 
પાકિસ્તાન અને અમેરિકાના ચાલી રહેલા ખરાબ સબંધોને કારણે ચીન સાથેના સંબંધનું મહત્વ વધી ગયું છે. તેને મતલબ છે, કે પાકિસ્તાનની ચીન પર નિર્ભરતા સતત વધી રહી છે. અમેરિકા પાકિસ્તાનને કરવામાં આવતી અર્થિક મદદ હજી પણ કાર મુકે તેવી શક્યતાઓ છે. આઇએમએફ અનુસાર, પાકિસ્તાનનું દેવું સતત વધી રહ્યું છે, આ રીપોર્ટ અનુસાર 2009 થી 2018 સુધીના સમયગાળામાં પાકિસ્તાનના વિદેશી દેવમાં 50 ટકાનો વઘારો આવ્યો છે, 2013માં પાકિસ્તાનને આઇએમએફને 6.7 અરબ ડોલરનું પેકેજ આપવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news