પાકિસ્તાનનું UNSCના નામ પર વધુ એક જૂઠાણું, ભારતે બધાની સામે દેખાડ્યો અરિસો
Trending Photos
નવી દિલ્હી: ભારત (India) વિરોધમાં પાકિસ્તાન (Pakistan) કોઈપણ હદ સુધી પડી શકે છે. પાકિસ્તાને સોમવારે દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)માં તેના સ્થાયી પ્રતિનિધિએ ભારતની સામે જોરદાર રીતે પોતાનો મુદ્દો જણાવ્યો, પરંતુ તેનો દાવો જૂઠો સાબિત થયો.
ભારતે પાકિસ્તાનના આ જૂઠાણું સાબિત કર્યું છે. નવી દિલ્હીએ ઇમરાન ખાન સરકારના વલણ પર વાંધો ઉઠવાતા કહ્યું કે, તે સમજવું મુશ્કેલ છે કે, આખરે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિએ તેમનું નિવેદન ક્યાં આપ્યું, કેમ કે સુરક્ષા પરિષદ સત્ર બિન-સભ્યો માટે ખુલ્લું નહોતું.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની મિશને એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે, UNમાં તેના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમ (Munir Akram)એ સુરક્ષા પરિષદની ચર્ચામાં 'આતંકવાદીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો' વિષય પર જોરદાર રીતે તેમનો મુદ્દો જણાવ્યો. જ્યારે UN માટે જર્મન મિશને બેઠકની જે તસવીર પોસ્ટ કરી, તેમાં પાકિસ્તાનની દૂત ગુમ હતા. જર્મની યૂએનએસસીના બિન-સ્થાયી સભ્ય છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશને પાકિસ્તાનના આ જુઠાણાં પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું, અમે યૂએનએસસીમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિએ કરેલી ટિપ્પણી સંબંધિત દાવો દેખાળ્યો. અમારા માટે તે સમજવું મુશ્કેલ છે કે આખરે આ ટિપ્પણી ક્યાંની છે. કેમ કે, સુરક્ષા પરિષદના સત્ર આજ બિન-સભ્યો માટે ખુલ્લુ નહોતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે