close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પાકિસ્તાન PM મોદી માટે પોતાનો એર સ્પેસ તો ખોલશે, પરંતુ સાથે આપ્યું આ નિવેદન 

પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના એર સ્પેસમાંથી ઉડાણ ભરવાની મંજૂરી આપતા ભારતની ભલામણનો 'સૈદ્ધાંતિક રીતે' સ્વીકાર કર્યો છે.

Viral Raval Viral Raval | Updated: Jun 11, 2019, 08:42 PM IST
પાકિસ્તાન PM મોદી માટે પોતાનો એર સ્પેસ તો ખોલશે, પરંતુ સાથે આપ્યું આ નિવેદન 
ફાઈલ ફોટો

લાહોર: પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના એર સ્પેસમાંથી ઉડાણ ભરવાની મંજૂરી આપતા ભારતની ભલામણનો 'સૈદ્ધાંતિક રીતે' સ્વીકાર કર્યો છે. એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીએ આ જાણકારી આપી અને આશા વ્યક્ત કરી કે ભારત શાંતિ વાર્તા માટે પાકિસ્તાનની રજુઆત પર ધ્યાન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે કિર્ગિજસ્તાનના બિશ્કેક શહેરમાં આયોજિત SCO (શાંઘાઈ સહયોગ સંગઠન)ની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. ભારતે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાન માટે એર સ્પેસની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. 

બેઠકનું આયોજન 13-14 જૂનના રોજ થવાનું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પણ આ સંમેલનમાં સામેલ થશે. બાલાકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાને પોતાનો એર સ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો. ત્યારબાદથી તેણે પોતાના 11 હવાઈ માર્ગોમાંથી બે હવાઈ માર્ગો ખોલ્યા છે જે દક્ષિણી પાકિસ્તાનમાંથી પસાર થાય છે. 

જુઓ LIVE TV

પાકિસ્તાની અધિકારીએ સમર્થન આપતા કહ્યું કે ઈમરાન ખાન સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના એર સ્પેસનો ઉપયોગ કરીને બિશ્કેક જવા માટે ભારત સરકારની ભલામણને સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે પ્રક્રિયાગત ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ભારત સરકારને નિર્ણયથી અવગત  કરવામાં આવશે. 

CAAને પણ બાદમાં 'એરમેન'ને સૂચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને આશા છે કે ભારત શાંતિ વાર્તાના પ્રસ્તાવ પર જવાબ આપશે. 

અધિકારીએ કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાને હાલમાં જ પીએમ મોદીને એક પત્ર લખ્યો અને કહ્યું કે પાકિસ્તાનને બંને પાડોશી દેશો વચ્ચે કાશ્મીર સહિત તમામ ભૂ-રાજનીતિક મુદ્દાઓના સમાધાનની આવશ્યકતા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને હવે આશા છે કે ભારત શાંતિ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપશે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...