Pakistan: ઈમરાન ખાનના શાસનમાં પત્ની બુશરા બીબીની મિત્ર બની માલામાલ! સંપત્તિમાં ચાર ગણો વધારો

રિપોર્ટના મતે, ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ પહેલા ત્રણ વર્ષોની અંદર ફરહત શહેઝાદીનો જોરદાર વિકાસ થઈ રહ્યો છે અને રોકેટગતિએ આગળ વધી રહી છે. વર્ષ 2017માં ફરહત શહેઝાદીની કુલ સંપત્તિ 231 મિલિયન રૂપિયા હતી, જે 2021માં વધીને 971 મિલિયન રૂપિયા થઈ ગઈ છે.

 Pakistan: ઈમરાન ખાનના શાસનમાં પત્ની બુશરા બીબીની મિત્ર બની માલામાલ! સંપત્તિમાં ચાર ગણો વધારો

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. તેમાં કોઈ શંકા નથી કે તેઓ વિદેશી કાવતરાનું પ્લેકાર્ડ રમીને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા પ્રસ્તાવને રદ કરાવવામાં અને સદનને ભંગ કરાવવામાં સફળ રહ્યા હોય, પરંતુ વિપક્ષ આ બન્ને મુદ્દાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું છે. આ કેસમાં હવે તમામ લોકો કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે અહેવાલ મળી રહ્યા છે કે ઈમરાન ખાનના કાર્યકાળમાં તેમની પત્ની બુશરા બીબીની નજીકની દોસ્ત ફરહત શહજાદીની કુલ સંપત્તિમાં ચાર ગણો વધારો થયો છે.

રિપોર્ટના મતે, ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ પહેલા ત્રણ વર્ષોની અંદર ફરહત શહેઝાદીનો જોરદાર વિકાસ થઈ રહ્યો છે અને રોકેટગતિએ આગળ વધી રહી છે. વર્ષ 2017માં ફરહત શહેઝાદીની કુલ સંપત્તિ 231 મિલિયન રૂપિયા હતી, જે 2021માં વધીને 971 મિલિયન રૂપિયા થઈ ગઈ છે. 2018માં તેની ફાઈલિંગ શૂન્ય હતી. ફરહત શહેઝાદી ફરાહ ગુર્જર અથવા તો ફરાહ ખાનના નામથી ઓળખાય છે. તે બુશરા બીબીની સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. તે બુશરા માટે કેટલી ખાસ છે તેનો અંદાજો તે વાત પરથી લગાવવામાં આવી શકે છે કે ઈમરાન ખાન અને બુશરાના નિકાહની રિસેપ્શન પાર્ટી ફરાહના ઘર પર થઈ હતી.

ઈમરાનના પૂર્વ નજીકના સગાએ લગાવ્યો ગંભીર આરોપ
આ મુદ્દાને લઈને પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પૂર્વ નજીકના અલીમ ખાન સહિત વિપક્ષી નેતાોએ ફરાહ ખાન પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ લોકોનો આરોપ છે કે પીટીઆઈને નેતૃત્વવાળી સરકાર દરમિયાન પંજાબ પ્રાંતમાં દરેક ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.

ઘણા શહેરોમાં ખરીદતી ગઈ સંપત્તિ
રિપોર્ટના મતે, ફરાહ ખાનની કિસ્મત ત્યારથી બદલાઈ ગઈ જ્યારથી પ્રધાનમંત્રીએ ઉસ્માન બુજદારને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા. ઈમરાન ખાનના સત્તામાં આવ્યા પહેલા ફરાહની જાહેર સંપત્તિ 2017માં 231,635,297 રૂપિયા (231 મિલિયન રૂપિયા) હતી. જોકે, ઈમરાન ખાનની સરકારના પહેલા ત્રણ વર્ષોની અંદર ફરાહે પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં ઘણી સંપત્તિઓ ખરીદી અને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું. તેમણે ઘણા બિઝનેસમાં પણ રોકાણ કર્યું.

બ્લેક મની સ્કીમનો પણ ઉઠાવ્યો ફાયદો
દસ્તાવેજો અનુસાર, ફરાહ ખાનને ઈમરાન ખાનની સરકાર દરમિયાન 2019માં બ્લેક મની સ્કીમનો પણ લાભ ઉઠાવ્યો અને ટેક્સ એમનેસ્ટી સ્કીમ 2019 હેઠળળ 328 મિલિયન રૂપિયાની સંપત્તિ જાહેર કરી. દસ્તાવેજો મતે, ફરાહ ખાને ઈમરાન ખાનના કાર્યકાળમાં લાહૌર અને ઈસ્લામાબાદમાં અમુક શાનદાર સંપત્તિઓ ખરીદી, તેમાં ઈસ્લામાબાદના એક પોશ સેક્ટરમાં એક વિલાનો પણ સમાવેશ થાય છે. ફરાહ ખાનને ઈસ્લામાબાદના સેક્ટર એફ-7/2 માં 933 ચોરસ યાર્ડનું ઘર 195 મિલિયન રૂપિયા ખરીદ્યું હતું.

2018માં જીરો ઈન્કમ ટેક્સ
ટેક્ષ વર્ષ 2018 માટે ફરાહે ઈન્કમટેક્ષમાં ઝીરો રિટર્ન ફાઈલ કર્યું. ઈમરાન ખાન દ્વારા ઉસ્માન બુજદારને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યાના એક વર્ષની અંદર ફરાહ ખાનની સંપત્તિ વર્ષ 2019 (જુલાઈ 2018-જૂન 2019)માં બે ઘણી વધી ગઈ. ત્યારે ફરાહ ખાનની કુલ સંપત્તિ પાકિસ્તાનની અંદર  699,137,839 રૂપિયા, યૂએઈમાં ફ્લેટના રૂપમાં પાકિસ્તાનની બહાર 15,749, 479 રૂપિયા સુધી પહોંચી ગઈ. એવામાં પાકિસ્તાનની અંદર અને બહાર કુલ સંપત્તિ 714,887,318 રૂપિયા આંકવામાં આવી, જ્યારે નેટવર્થ રૂ. 697,502,318 રૂપિયા હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news