Good News! ઓમિક્રોન વિરુદ્ધ પણ અસરકારક છે આ એન્ટી વાયરલ ટેબલેટ
કંપનીએ કહ્યું કે અમારા પરિણામો સાબિત કરે છે કે જો આ દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવે તો તે લોકોના જીવ બચાવવામાં ખુબ કારગર સાબિત થશે.
Trending Photos
નવી દિલ્હી: એન્ટી વાયરલ ટેબલેટ બનાવનારી કંપની ફાઈઝરે તેના ઉપયોગ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. કંપનીનું કહેવું છે કે તપાસના પરિણામ તેના ગત માસે 1200 લોકો પર કરાયેલા વચગાળાના પરિણામોની પુષ્ટિ કરે છે અને અંતિમ પરિણામોમાં 2246 દર્દીઓ પર કરાયેલા પરીક્ષણ સામેલ છે જેમને ચાર નવેમ્બરે રિસર્ચમાં સામેલ કરાયા હતા.
89 ટકા પ્રભાવી છે ટેબલેટ
કંપનીએ એમ પણ કહ્યું કે પેક્સલોવિડ કોરોનાના વધુ મ્યૂટેટ થતા ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ પણ કારગર છે. ફાઈઝરના મુખ્ય કાર્યકારી અધિકારી અને અધ્યક્ષ અલ્બર્ટ બોરુલાએ જણાવ્યું કે અમારા પરિણામો સાબિત કરે છે કે જો આ દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવે તો તે લોકોના જીવ બચાવવામાં ખુબ કારગર સાબિત થશે. આ દવા કોરોના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા અને તેમનામાં મોતના જોખમને ઓછું કરે છે. તે ઓમિક્રોન વિરુદ્ધ પણ પ્રભાવી જણાઈ છે.
પાંચ દિવસનો છે કોર્સ
કંપનીએ બીજા ક્લીનિકલ પરીક્ષણના શરૂઆતના પરિણામો જાહેર કર્યા છે જેમાં મધ્યમ જોખમવાળા 600 દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 70 ટકા ઓછું જોવા મળ્યું હતું. કંપનીને આશા છે કે તેને જલદી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી મંજૂરી મળી જશે.
આ દવાનો પાંચ દિવસનો કોર્સ છે જેમાં ત્રણ ગોળીઓ બેવાર લેવી પડે છે અને બે ગોળીઓ એન્ટી વાયરલ નિરમા ટ્રેલવિર છે તથા ત્રીજી ગોળી વર્તમાનમાં એચઆઈવી સંક્રમણમાં અપાતી રિટોનાવિર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે