પીએમ મોદીનું એલાન, સમુદ્રથી લઈને આકાશ સુધી સાથે હશે ભારત-રશિયા

રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો. 

પીએમ મોદીનું એલાન, સમુદ્રથી લઈને આકાશ સુધી સાથે હશે ભારત-રશિયા

નવી દિલ્હી: રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે 130 કરોડ ભારતીયોએ મારા પર ભરોસો વ્યક્ત કર્યો છે.  આ માટે હું તમનો આભારી છું. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે અમે બધાનો સાથ બધાનો વિકાસ અને બધાના વિશ્વાસ સાથે આગળ વધી રહ્યાં છીએ. અમે 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાના અભિયાનમાં તનતોડ મહેનત કરી રહ્યાં છીએ. 

પીએમ મોદીએ ભારત અને રશિયાને મહત્વના સહયોગી ગણાવતા કહ્યું કે બંને દેશો વચ્ચે 50થી વધુ કરાર થયા છે. રશિયા સાથેના ભારતના મજબુત સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બંને દેશ પરસ્પર સહયોગના માધ્યમથી એશિયા પેસિફિક વિસ્તારમાં વિકાસની નવી ઈબાદત લખશે. મોદીએ આ દરમિયાન ખાસ રશિયન રાષ્ટ્રપતિ સાથે પોતાની કેમિસ્ટ્રીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ પ્રવાસ દરમિયાન રાતે 1 વાગ્યા સુધી બંને વચ્ચે વાત થતી રહી. 'દસ્વિદાનિયા' અને ગુજરાતીના 'આવજો' દ્વારા તેમણે રશિયા અને ભારતની જોઈન્ટ સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો. 

પીએમ મોદીએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મારી ખુલ્લા મને ચર્ચા થાય છે. મેં અને પુતિને ભારત માટે લક્ષ્ય નક્કી કર્યા છે. અમારા સંબંધોમાં અમે નવા આયામ જોડ્યા છે. તેમને વિવિધતા આપી છે. સંબંધોને સરકારી દાયરાની બહાર લાવીને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી વચ્ચે ઠોસ સહયોગ સુધી પહોંચાડ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ફાર ઈસ્ટ (પૂર્વ એશિયા, ઉત્તર એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા)ના વિકાસ માટે અપાનારી નાણાકીય સહાય (ક્રેડેટ લાઈન) વધારીને એક અબજ ડોલર કરશે. તેમણે કહ્યું કે અમારી સરકાર ઈસ્ટ એશિયા સાથે એક્ટ એશિયા પોલીસી અંતર્ગત સંપર્કમાં છે. તે અમારી વચ્ચે ઈકોનોમિક ડિપ્લોમસીને નવા આયામ આપશે. 

પીએમ મોદીએ કહ્યું કે વ્લાદિવસ્તોક યુરિશિયા અને પેસિફિકનો સંગમ છે. તે આર્કટિક અને નોર્ધન સમુદ્રી તટ માટે નવી તકો ખોલે છે. રશિયાનો લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ એશિયાઈ છે. ફાર ઈસ્ટ આ મહાન દેશની એશિયાઈ ઓળખને મજબુત કરે છે. આ ક્ષેત્રનો આકાર લગભગ ભારતથી બમણો છે. જેની વસ્તી માત્ર 6 મિલિયન છે. પીએમ મોદીએ કહ્યું કે વ્લાદિવોસ્તોક સાથે ભારતનો સંબંધો ખુબ જૂનો છે. અહીં ભારતીયોએ ઘણું રોકાણ કર્યું છે. જ્યારે વ્લાદિવોસ્તોકથી ચેન્નાઈ સુધી જહાજ ચાલશે તો અમારી મિત્રતા વધુ ગાઢ બનશે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફાર ઈસ્ટનો સંબંધ ખુબ જૂનો છે. ભારત પહેલો દેશ છે જેણે વ્લાદિવોસ્તોકમાં પોતાનું કોન્સ્યુલેટ ઓપન કર્યું છે. સોવિયેત રશિયાના સમયથી વ્લાદિવોસ્તોક દ્વારા ઘણો સામાન ભારત પહોંચતો હતો. આજે તેની ભાગીદારી વધી ગઈ છે. તે બંને દેશોની સુખ સમૃદ્ધિનો સહારો બન્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news