રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર છતાં ડોનાલ્ડ ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન, સમર્થકો-વિરોધીઓ વચ્ચે હિંસક ઘર્ષણ


ટ્રમ્પ સમર્થક અને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે શનિવારે સાંજે ઘણી જગ્યાએ ઘર્ષણ થયું હતું. રિપોર્ટ અનુસાર, આ ઘર્ષણમાં ચાકુ લાગવાથી ઈજાગ્રસ્ત ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, 23 લોકોની હિંસાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. 

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર છતાં ડોનાલ્ડ ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન, સમર્થકો-વિરોધીઓ વચ્ચે હિંસક ઘર્ષણ

વોશિંગટનઃ અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને બદલવાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોના સમર્થનમાં હજારો લોકો અમેરિકામાં રસ્તા પર ઉતર્યા હતા. સૌથી મોટું પ્રદર્શન રાજધાની વોશિંગટન ડીસીમાં જોવા મળ્યું, જ્યારે ઘણા અન્ય શહેરોમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે એક દિવસ પહેલા અમેરિકી સુપ્રીમ કોર્ટે રિપબ્લિકનની તે અરજીઓને નકારી દીધી હતી, જેમાં બાઇડેનને જીતને પલટવાની માંગ કરવામાં આવી હતી. 

ઘણા જગ્યાએ ટકરાયા સમર્થક અને વિરોધી પ્રદર્શનકારી
ટ્રમ્પ સમર્થક અને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે શનિવારે સાંજે ઘણી જગ્યાએ ઘર્ષણ થયું હતું. રિપોર્ટ અનુસાર, આ ઘર્ષણમાં ચાકુ લાગવાથી ઈજાગ્રસ્ત ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, 23 લોકોની હિંસાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. આ રેલીમાં ટ્રમ્પના મોટા ભાગના સમર્થકો માસ્ક વગર જોવા મળ્યા હતા. 

ઇલેક્ટ્રોરલ કોલેજની બેઠક પહેલા ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન
એવું માનવામાં આવી રહ્યું છે કે બાઇડેનને 46માં રાષ્ટ્રપતિ તરીકે ઔપચારિક રૂપથી પદનામિત કરવા માટે ઇલેક્ટ્રોરલ કોલેજની બેઠકના માત્ર બે દિવસ પહેલા પોતાની તાકાત દેખાડવા માટે આ રેલીઓ કરવામાં આવી રહી છે. ટ્રમ્પનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થશે, પરંતુ તેમણે હાલમાં યોજાયેલી ચૂંટણીમાં બાઇડેન સામે હાર સ્વીકારી નથી અને ચૂંટણીમાં ગોટાળાના નિરાધાર આરોપ લગાવ્યા છે, જેને વિવિધ કોર્ટે નકારી દીધા છે. 

— Donald J. Trump (@realDonaldTrump) December 12, 2020

ટ્રમ્પ બોલ્યા- પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરીશ
ન્યૂયોર્ક વેસ્ટ પોઈન્ટમાં થલસેના-નૌસેના વચ્ચે ફુટબોલ મેચ જોવા માટે જઈ રહેલા ટ્રમ્પનું મરીન વન હેલીકોપ્ટર એક રેલીની ઉપરથી પસાર થયું, જેને જોઈને તેમના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા. ટ્રમ્પ સમર્થકોએ છેલ્લા કેટલાક સપ્તાહોથી રેલીઓ કરી છે, પરંતુ ટ્રમ્પે રેલીઓને લઈને ચોંકાવતા શનિવારે કહ્યુ હતુ કે, વાહ, છેતરપિંડીને રોકવા માટે વોશિંગટન (ડીસી)મા હજારો લોકો એકત્ર થઈ રહ્યાં છે. મને તેની જાણકારી નહતી, પરંતુ હું તેની સાથે મુલાકાત કરીશ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news