ઇમરાન સરકાર માટે મોટી મુશ્કેલી, ઇસ્લામાબાદમાં 'આઝાદી માર્ચ'ના પ્રદર્શનકારીઓનો અડિંગો

પાકિસ્તાન (Pakistan)માં સત્તારૂઢ ઇમરાન સરકારની પરેશાનીઓ વધતી જાય છે કારણ કે ઇમરાનના રાજીનામાની માંગને લઇને ઇસ્લામાબાદ (Islamabad) પહોંચેલા આઝાદી મોરચાના પ્રદર્શનકારી ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી રાજધાનીમાં ટકી કરવાના મૂડમાં છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે શુક્રવારે 'જિયો ન્યૂઝ' સાથે વાતચીત દરમિયાન મૌલાના ફજલુર રહમાનની પાર્ટી જમીયતે ઉલેમાએ ઇસ્લામ-એફના વલણનો ખુલાસો કર્યો. 

ઇમરાન સરકાર માટે મોટી મુશ્કેલી, ઇસ્લામાબાદમાં 'આઝાદી માર્ચ'ના પ્રદર્શનકારીઓનો અડિંગો

ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)માં સત્તારૂઢ ઇમરાન સરકારની પરેશાનીઓ વધતી જાય છે કારણ કે ઇમરાનના રાજીનામાની માંગને લઇને ઇસ્લામાબાદ (Islamabad) પહોંચેલા આઝાદી મોરચાના પ્રદર્શનકારી ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી રાજધાનીમાં ટકી કરવાના મૂડમાં છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે શુક્રવારે 'જિયો ન્યૂઝ' સાથે વાતચીત દરમિયાન મૌલાના ફજલુર રહમાનની પાર્ટી જમીયતે ઉલેમાએ ઇસ્લામ-એફના વલણનો ખુલાસો કર્યો. 

મીરે કહ્યું કે ''મેં આઝાદી મોરચા (Azadi march) માં સામેલ લોકો સાથે વાત કરી છે. આ લોકો અહીં બે અથવા ત્રણ દિવસ માટે આવ્યા નથી. તે ઓછામાં ઓછા દસ-પંદર દિવસ સુધી ટકી રહેવાના છે. મીરે કહ્યું કે મૌલાના ફજલ સાથે વાત કરી તો તેમણે પૂછ્યું કે તે આટલા બધા લોકોને પાછા તેમના ઘરે કેવી રીતે મોકલી શકે છે. મૌલાના ફજલે કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં પ્રદર્શનકારી અત્યારે જ્યાં છે, ત્યાંથી આગળ વધશે. 

મીરે જણાવ્યું કે 'મેં (જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ નેતા) ગફૂર હૈદરી સાથે વાત કરી અને તેમને કહ્યું કે તમે સરકાર સામે (પ્રદર્શન સ્થળને લઇને) સહમતિ બનાવી છે. તેના પર ગફૂરે કહ્યું કે સરકારે તેમના લોકોને ધરપકડ કરી પોતે જ આ કરાર તોડી દીધો છે.'' 

વરિષ્ઠ પત્રકારે એ પણ કહ્યું કે મહિલા મીડિયાકર્મીઓને કવરેજ કરવાની પરવાનગી આપવા માટે તે મંચ પર ચઢી ગયા અને મૌલાના ફજલને કહ્યું કે તેમને ઘણી ફરિયાદો મળી છે કે મહિલા મીડિયાકર્મીઓને કવરેજથી રોકવામાં આવી રહ્યા છે. આમ કરવું યોગ્ય નથી કારણ કે પ્રેસની આઝાદી પર પહેલાંથી જ ઘણી નજર રાખવામાં આવી છે. તેના પર હૈદરી સાથે વાત કરી અને પછી હૈદરી કહેવા પર તેમણે (મીરે) મંચ પરથી જાહેરાત કરી કે મહિલા મીડિયાકર્મીઓને કવરેજની પરવાનગી આપી છે અને તેના માટે ફજલનો આભાર વ્યક્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news