ભારતથી ફરાર થયેલા વધુ એક ગેંગસ્ટરની કેનેડામાં હત્યા, ખાલિસ્તાની આતંકી અર્શદીપનો હતો રાઈટ હેન્ડ

કેનેડાના પીનીપેગ સિટીમાં ભારતથી ફરાર થયેલા વધુ એક ગેંગસ્ટરની હત્યા કરવામાં આવી છે. પંજાબથી ફરાર થઈને કેનેડામાં બેઠેલા એ કેટેગરીના ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આરોપી સુખા ખાલિસ્તાની આતંકી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડાલાનો રાઈટ હેન્ડ હતો અને એનઆઈએની વોન્ટેડ યાદીમાં સામેલ હતો.

ભારતથી ફરાર થયેલા વધુ એક ગેંગસ્ટરની કેનેડામાં હત્યા, ખાલિસ્તાની આતંકી અર્શદીપનો હતો રાઈટ હેન્ડ

કેનેડાના પીનીપેગ સિટીમાં ભારતથી ફરાર થયેલા વધુ એક ગેંગસ્ટરની હત્યા કરવામાં આવી છે. પંજાબથી ફરાર થઈને કેનેડામાં બેઠેલા એ કેટેગરીના ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આરોપી સુખા ખાલિસ્તાની આતંકી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડાલાનો રાઈટ હેન્ડ હતો અને એનઆઈએની વોન્ટેડ યાદીમાં સામેલ હતો. સુખા કેનેડામાં બેસીને ભારતમાં પોતાના સાથીઓ દ્વારા ખંડણી અને વસૂલીના કામ પણ કરતો હતો. 

સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનેકેએ કેનેડા ભાગવા માટે 2017માં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ અને પોલીસ ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવ્યું, તેની સાથે સાત કેસ થયેલા હતા. પોલીસકર્મીઓની મિલીભગતથી તેણે કેનેડાના વિઝા મેળવ્યા હતા. ડુનેકે વિરુદ્ધ પણ કેસ દાખલ થયો હતો. પંજાબ પોલીસના બે કર્મીઓ પર તેની મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ મોગા પોલીસે ધરપકડ કરી લીધી. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ સુખા દુનેકે આપસી ગેંગવોરમાં માર્યો ગયો છે. તે પંજાબથી નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હ તો. એવું કહેવાય છે કે કેનેડાના સમય મુજબ લગભગ પાંચ કલાક પહેલા સુક્ખાની હત્યા થઈ છે.  તેને કેનેડાના વિનિપિગમાં ગોળી મારવામાં આવી. 

લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનુકેની હત્યા કોણે કરી તે અંગે કેનેડાની પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ ભારતની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ એક ફેસબુક પોસ્ટમાં હત્યાની જવાબદારી લીધી છે. ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે જે કોઈએ પાપ કર્યું છે તે ગમે ત્યાં ભાગી જાય પણ તેને મારી નાખીશું. ફેસબુક પોસ્ટમાં એ પણ લખવામાં આવ્યું છે કે જે ભાગીને આમ તેમ છૂપાયેલા છે તેઓ ફક્ત પોતાના સમયની રાહ જુએ. એ મોકો જરૂર આવશે અને તેમનો ખાતમો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news