Farmers Protest: રિહાનાના સવાલ પર કંગનાનો પલટવાર- ચુપ રહો, અમે તમારી જેમ દેશ નથી વેચી રહ્યાં
રિહાનાએ ટ્વિટર પર એક ન્યૂઝ શેર કર્યા છે, જેમાં કિસાન આંદોલન (Kisan Andolan) ને કારણે પ્રભાવિત ઈન્ટરનેટ સેવાનો ઉલ્લેખ છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેમ આંદોલનને કારણે હરિયાણાના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Farm Laws) ની વિરોધમાં કિસાનોનું પ્રદર્શન બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે. એક તરફ કિસાન પાછળ હટવા તૈયાર નથી, તો સરકાર પણ કાયદો રદ્દ કરવાના મૂડમાં નથી. દિલ્હીની સરહદો પર આકરી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આવનારો સમય કિસાન આંદોલન (Kisan Andolan) માટે ખુબ મહત્વનો થવાનો છે.
તેમાં કોઈ બે મત નથી કે કિસાન મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પોતાનો અવાજ મજબૂત કરી રહ્યાં છે. તેમનો અવાજ સાત સમુંદર પાર પણ પહોંચી રહ્યો છે. કિસાનોનો અવાજ જાણીતા સિંગર અને પરફોર્મર રિહાના (Rihanna) સુધી પણ પહોંચ્યો છે. રિહાનાએ કિસાનોના સમર્થનમાં ટ્વીટ કર્યું છે, જેને લઈને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) એ હુમલો કર્યો છે.
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA...
Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a
— Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021
રિહાનાએ ટ્વિટર પર એક ન્યૂઝ શેર કર્યા છે, જેમાં કિસાન આંદોલન (Kisan Andolan) ને કારણે પ્રભાવિત ઈન્ટરનેટ સેવાનો ઉલ્લેખ છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેમ આંદોલનને કારણે હરિયાણાના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે રિહાનાને ભારતમાં ચાલી રહેલા કિસાનોના આંદોલન વિશે જાણકારી મળી તો તે ચુપ ન રહી શકી. રિહાનાએ સમાચાર શેર કરતા કેપ્શનમાં લખ્યું- આપણે આ વિશે વાત કેમ કરી રહ્યાં નથી. #FarmersProtest
કંગનાએ કર્યો હુમલો
રિહાનાના ટ્વીટ પર કંગના રનૌત (Kangna Ranaut) એ જવાબ આપતા કહ્યું- તેના વિશે કોઈ વાત એટલા માટે નથી કરી રહ્યાં કારણ કે આ કિસાન નથી પરંતુ આતંકવાદી છે જે ભારતના ભાગલા પડાવવા ઈચ્છે છે. જેથી ચીન જેવા દેશ અમારા રાષ્ટ્ર પર કબજો કરી લે અને યૂએસએ જેવી ચાઇનીઝ કોલોની બનાવી દે. તું શાંત બેસ બેવકૂફ. અમે લોકો તમારા જેવા બેવકૂફ નથી જે પોતાનો દેશ વેચી દે.
બોર્ડર પર બની છે તણાવપૂર્ણ સ્થિતિ
હવે રિહાનાએ આટલું લખ્યું તો તેના ફેન્સ પણ આ મુદ્દા પર ડિસ્કસ કરવા લાગી. કેટલાક ફેન્સે તેને ભારતના કિસાન આંદોલનથી દૂર રહેવાની સલાહ આપી. રિહાનાના કેટલાક ફેન્સ તેના આ ટ્વીટથી ખુશ થયા અને તેણે કિસાનોનું સમર્થન કરવા માટે રિહાનાનો સપોર્ટ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે