Farmer Violence: 26 જાન્યુઆરીએ લાલ કિલ્લામાં હિંસા કરનાર આ 12 લોકોને શોધી રહી છે દિલ્હી પોલીસ

ક્રાઇમ બ્રાન્ચને 26 જાન્યુઆરીએ કિસાનોની હિંસા (Farmer Violence) ના ઘણા વીડિયો મળ્યા છે. પોલીસે (Delhi Police) વીડિયો એનાલિટિકલ અને ફોરેન્સિક ટીમની મદદથી તેમાં દેખાતા ચહેરાઓને સાફ કરાવ્યા છે. 

Farmer Violence: 26 જાન્યુઆરીએ લાલ કિલ્લામાં હિંસા કરનાર આ 12 લોકોને શોધી રહી છે દિલ્હી પોલીસ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ (Delhi Police) એ ટ્રેક્ટર પરેડના નામ પર 26 જાન્યુઆરીના હિંસા (Farmer Violence) કરનાર ઉપદ્રવીઓની ઓળખ શરૂ કરી દીધી છે. ઘટનાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફોરેન્સિક ટીમની મદદથી હિંસા કરનારની તસવીરો સેફ કરવાનું શરૂ કરી દીધું છે. 

ક્રાઇમ બ્રાન્ચને હિંસાના ઘણા વીડિયો મળ્યા
ક્રાઇમ બ્રાન્ચને 26 જાન્યુઆરીએ કિસાનોની હિંસા (Farmer Violence) ના ઘણા વીડિયો મળ્યા છે. પોલીસે (Delhi Police) વીડિયો એનાલિટિકલ અને ફોરેન્સિક ટીમની મદદથી તેમાં દેખાતા ચહેરાઓને સાફ કરાવ્યા છે. 

તોફાનો કરનાર ઘણા ઉપદ્રવી વીડિયોમાં કેદ
તેમાં તોફાનો કરતા 12 લોકોના ચહેરા જોવા મલી રહ્યાં છે. આ લોકોના હાથમાં લાકડી-ડંડા જોવા મળી રહ્યાં છે. આ ઉપદ્રવીઓએ લાલ કિલ્લા સહિત અનેક સ્થાનો પર હિંસા (Farmer Violence) અને દિલ્હી પોલીસ પર હુમલો કર્યો હતો. ફોટો સાફ થયા બાદ આરોપીઓના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે. 

-12-

ફોરેન્સિકની ટીમે વીડિયોને કર્યા સાફ
પોલીસ પ્રમાણે તપાસની શરૂઆત કરતા આ ફોટોને સાફ કરાવવામાં આવ્યા છે. પોલીસની પાસે હિંસા (Farmer Violence) સાથે જોડાયેલા ઘણા વીડિયો છે. જેને તે પોતાની ફોરેન્સિક ટીમ પાસે સાફ કરાવી રહી છે. તેવામાં કિસાન હિંસા સાથે જોડાયેલા ઘણા લોકોના ચહેરા સામે આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news