જો સ્વસ્થ રહ્યો તો 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ પદેથી હટ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની શારીરિક ગતિવિધિમાં અંતર જોવા મળ્યું છે. તેમણે પોતાનું વજન પણ ઘટાડ્યુ છે અને પોતાની પસંદગીની મિઠાઈ પણ છોડી દીધી છે.

Updated By: May 30, 2021, 10:55 PM IST
જો સ્વસ્થ રહ્યો તો 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ફ્લોરિડાઃ અમેરિતાના અત્યાર સુધી સૌથી બદનામ રાષ્ટ્રપતિ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, જો સ્વસ્થ રહીશ વર્ષ 2024માં યોજાનારી ચૂંટણી લડશે. તેમણે પોતાના ખાસ સહયોગી સાથે પોતાની વધતી ઉંમરને જોતા આ વાત કહી છે. 

રિપબ્લિકન પાર્ટીના નેતાએ પણ કર્યો ઈશારો
રિપબ્લિકન પાર્ટીના નેતા રોની જોનસને પણ ટ્રમ્પની બીજીવાર ચૂંટણી લડવાની સંભાવનાઓને હવા આપી હતી. તેમણે એક સ્થાનીક રિપોર્ટર સાથે વાત કરતા કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છે. એકવાર તે નિર્ણય કરે ત્યારબાદ અમે જોઈએ શું થાય છે.

આ પણ વાંચોઃ શું ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક ટ્રિપ પર ડોમિનિકા ગયો હતો મેહુલ ચોકસી? થયો મહત્વનો ખુલાસો

ડોનાલ્ડ ટ્રમ્પની જીવનશૈલીમાં આવ્યો છે ફેરફાર
રાષ્ટ્રપતિ પદેથી હટ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની શારીરિક ગતિવિધિમાં અંતર જોવા મળ્યું છે. તેમણે પોતાનું વજન પણ ઘટાડ્યુ છે અને પોતાની પસંદગીની મિઠાઈ પણ છોડી દીધી છે. એટલું જ નહીં હંમેશા ડાયટ કોક પીનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેનાથી પણ દૂર રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાથી સાજા થયા બાદ પોતાના ડાયટની સાથે એક્સરસાઇઝ એક્ટિવિટીમાં પણ ફેરફાર કર્યો છે. 

ટ્રમ્પને રિપબ્લિકન નેતા બનવાનો વિશ્વાસ
ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનીક ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે, તે આગામી ચૂંટણીને લઈને ગંભીર છે. તેમણે દાવો કર્યો કે હજુ પણ રિપબ્લિકન પાર્ટીના મોટાભાગના સભ્યોનું સમર્થન તેમની પાસે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube