ભારત રોકશે રશિયા-યુક્રેન યુદ્ધ? પુતિને શાંતિવાર્તાને લઈને આપ્યું એવું નિવેદન....

પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પીએમ મોદીએ થોડા સમય પહેલા જ રશિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ યુક્રેન પણ ગયા હતા. આઝાદી બાદ આ કોઈ ભારતીય પીએમનો પહેલો યુક્રેન પ્રવાસ હતો. પોતાના બંને પ્રવાસો પર પીએમ મોદીએ પુતિન અને જેલેન્સ્કીને યુદ્ધની સ્થિતિનો ઉકેલ કૂટનીતિક રીતે લાવવાનું આહ્વાન કર્યું હતું. 

ભારત રોકશે રશિયા-યુક્રેન યુદ્ધ? પુતિને શાંતિવાર્તાને લઈને આપ્યું એવું નિવેદન....

એવું લાગે છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ જલદી વાતચીતના ટેબલે પહોંચી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે કહ્યું કે તે યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત, બ્રાઝીલ અને ચીન શાંતિવાર્તામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ વ્લાદિમિર પુતિને કહ્યું કે જંગની શરૂઆતના સમયમાં ઈસ્તંબુલમાં થયેલી વાર્તામાં રશિયન અને યુક્રેની વાર્તાકારો વચ્ચે થયેલા પ્રારંભિક સમજૂતિ, જેને ક્યારેય લાગૂ કરાયા નહી, વાર્તા માટે આધારનું કામ કરી શકે છે. 

મોદી ગયા હતા રશિયા
પુતિનનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પીએમ મોદીએ થોડા સમય પહેલા જ રશિયાનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ યુક્રેન પણ ગયા હતા. આઝાદી બાદ આ કોઈ ભારતીય પીએમનો પહેલો યુક્રેન પ્રવાસ હતો. પોતાના બંને પ્રવાસો પર પીએમ મોદીએ પુતિન અને જેલેન્સ્કીને યુદ્ધની સ્થિતિનો ઉકેલ કૂટનીતિક રીતે લાવવાનું આહ્વાન કર્યું હતું. 

પુતિન યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર હતા, જો કે તે પહેલા તેમણે કુર્સ્ક વિસ્તારમાં કીવના આક્રમણ દરમિયાન વાતચીતના વિચારને  ફગાવી દીધો હતો. ઓગસ્ટમાં યુક્રેને રશિયાના કુર્સ્ક વિસ્તારમાં સરહદ પારથી ઘૂસણખોરી કરી હતી જેમાં હજારો સૈનિકોને સરહદ પાર મોકલીને અનેક ગામડાઓ પર કબજો જમાવ્યો હતો. પુતિને થોડીવાર બાદ કહ્યું કે વાતચીત થઈ શકશે નહીં. 

વ્લાદિવોસ્તોકમાં થયેલા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં એક સવાલના જવાબમાં પુતિને કહ્યું કે રશિયા વાતચીત માટે તૈયાર છે પરંતુ બંને દેશો વચ્ચે વર્ષ 2022માં ઈસ્તંબુલમાં રદ થઈ ચૂકેલી ડીલના આધાર પર, જેની શરતો ક્યારેય જાહેર કરાઈ નથી. 

પુતિને મૂકી શરત
એએફપીએ પુતિનના હવાલે કહ્યું કે શું અમે તેમની સાથે વાતચીત માટે તૈયાર છીએ? અમે ક્યારેય આમ કરવાની ના પાડી નથી. પરંતુ કેટલીક અલ્પકાલીન માંગણીઓ માટે નહીં...એ દસ્તાવેજોના આધાર પર કે જેના પર ઈસ્તંબુલમાં વાતચીત થઈ હતી. ક્રેમલિને સતત દાવો કર્યો કે બંને દેશ વર્ષ 2022માં સમજૂતિની કગાર પર હતા. આ તે સમય હતો, જ્યારે રશિયાએ યુક્રેન પર જોરદાર આક્રમણ કર્યું હતું. 

પુતિને  કહ્યું કે અમે એક સમજૂતિ પર પહોંચ્યા હતા. આ દસ્તાવેજ પર સહી કરનારા યુક્રેની પ્રતિનિધિમંડળના પ્રમુખની સાઈન એ વાતની સાક્ષી પૂરે છે જેનો અર્થ  થાય છે કે યુક્રેની પક્ષ આ સમજૂતિઓથી સંતુષ્ટ હતો. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે પરંતુ એ લાગૂ એટલા માટે ન થયું કારણ કે તેમને આમ ન કરવાના નિર્દેશ અપાયા હતા. તે એટલા માટે કારણ કે અમેરિકા, યુરોપ, અને કેટલાક યુરોપિયન દેશો રશિયાની વ્યૂહાત્મક હાર ઈચ્છતા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news