આ 10 દેશોને રશિયા વેચે છે સૌથી વધારે પોતાનો સામાન, યાદીમાં નથી ભારત

રશિયાના યુક્રેન પર આક્રમણ પછી દુનિયાના અનેક દેશોએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. તેનાથી રશિયાની આર્થિક વ્યવસ્થા અને નિકાસ પર કોઈ અસર પડી છે કે નહીં અને કયા દેશોમાં રશિયા સૌથી વધારે  નિકાસ કરે છે. તે આ અહેવાલમાં જાણીશું.

આ 10 દેશોને રશિયા વેચે છે સૌથી વધારે પોતાનો સામાન, યાદીમાં નથી ભારત

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અનેક દેશોએ રશિયા અને તેની અર્થવ્યવસ્થાને નબળી કરવા માટે આર્થિક પ્રતિબંધોનો સહારો લીધો છે. પરંતુ રશિયા તેનાથી તૂટી રહ્યું હોય તેવું લાગતું નથી. તેની વચ્ચે રશિયાના સહયોગી દેશો અને તેની નિકાસ અર્થવ્યવસ્થાને લઈને અનેક વાત થઈ છે. અહીંયા અમે તમને એવા 10 મુખ્ય દેશોની માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમાં રશિયા સૌથી વધુ નિકાસ કરે છે.

રશિયાની નિકાસમાં ચીનનો હિસ્સો સૌથી વધારે
રશિયાની કુલ નિકાસમાં સૌથી મોટી ભાગીદારી ચીનની છે. દર વર્ષે રશિયાા કુલ નિકાસની 14.5 ટકા નિકાસ એકલી ચીનની હોય છે. આ જ કારણ છે કે યુક્રેન પર આક્રમણ કરતાં પહેલાં રશિયાએ આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધોની વધારે ચિંતા કરી નહીં અને તેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક મોટા હિસ્લા પર આ પ્રતિબંધોથી કોઈ ફરક પડતો નથી.

ચીનમાં વધાર્યુ પોતાનું રોકાણ
તેનો પુરાવો યુદ્ધ પહેલાં રશિયાની તૈયારીઓમાંથી મળે છે. રોયટર્સના સમાચાર પ્રમાણે આ યુદ્ધ પહેલાં રશિયા પર પ્રતિબંધ લાગવાની આશંકા હતી. એટલે તેણે અનેક વર્ષ પહેલાં જ અન્ય દેશોમાં એક્સપોઝર ઘટાડવાનું ચાલુ કરી દીધું હતું. તેના માટે રશિયન સેન્ટ્રલ બેંકે કેટલાંક વર્ષો દરમિયાન અન્ય દેશોમાં સ્થિત સંપત્તિઓે ઓછી કરી. આ દરમિયાન તેમણે ફ્રાંસ, અમેરિકા, જર્મની અને બ્રિટન જેવા દેશોમાં પોતાનું એક્સપોઝર 50 ટકાથી ઓછું કરી દીધું. બીજીબાજુ ચીન, જાપાન સહિત અન્ય દેશોમાં એક્સપોઝર વધારી દીધું.

વિરોધની આશંકા હતી તે દેશોમાં કરન્સીને ઓફલોડ કરી
વિદેશી મુદ્રા મામલામાં રશિયાએ તે દેશોની કરન્સીને ઓફલોડ કરી. તેનાથી વિરોધની આશંકા હતી. રશિયાએ વીતેલા 7-8 વર્ષો દરમિયાન અમેરિકાની કરન્સી ડોલર અને યૂરોપિયન યૂનિયનની કરન્સી યૂરોમાં એક્સપોઝર ઘટાડીને 12-14 ટકા પર લાવી દીધું. તેની ભરપાઈ તેણે ચીનની કરન્સી યુઆનમાં એક્સપોઝર વધારીને કરી. આઠ વર્ષ પહેલાં જે યુઆનમાં રશિયાન એક્સપોઝર લગભગ ઝીરો હતું. તે અત્યારે 10 ટકાથી વધારે થઈ ગયું છે. ચીને રશિયા પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર કરી દીધો છે અને આ રીતે રશિયા માટે પ્રતિબંધો છતાં યુઆનમાં ગ્લોબલ ટ્રેડ કરવાનો વિકલ્પ ખુલ્લો છે.

કયા દેશોમાં રશિયાની કેટલા ટકા નિકાસ
ચીન પછી રશિયા સૌથી વધારે નિકાસ જર્મનીને કરે છે. જોકે આ તેની કુલ નિકાસના માત્ર 6.2 ટકા જ છે. તે સિવાય યુક્રેન સામે યુદ્ધમાં રશિયાના સૌથી મોટા સહયોગી દેશ બનેલા બેલારુસને રશિયાના કુલ નિકાસના 5.3 ટકા નિકાસ જાય છે.

નેધરલેન્ડની ભાગીદારી 5.8 ટકા
તુર્કીની ભાગીદારી 5.1 ટકા
અમેરિકાની ભાગીદારી 4.5 ટકા
દક્ષિણ કોરિયાની 3.7 ટકા
કઝાકિસ્તાનની ભાગીદારી 3.5 ટકા
પોલેન્ડની ભાગીદારી 3.5 ટકા
ઈટલીની ભાગીદારી 3.4 ટકા

આ યાદીમાં ભારત નથી
રશિયા જે દસ દેશોમાં સૌથી વધારે નિકાસ કરે છે તેમાં ભારત નથી. પરંતુ ભારતના રક્ષા, કાચા તેલ, ગેસ અને અન્ય આયાતમાં રશિયાની સારી ભાગીદારી છે. ડિસેમ્બર 2021ના આંકડા પ્રમાણે ભારતે રશિયા પાસેથી લગભગ 72.47 અરબ રૂપિયાની આયાત કરી હતી.

રશિયાની મુખ્ય નિકાસ બિઝનેસ
રશિયા મુખ્ય રીતે કાચું તેલ, ફર્ટિલાઈઝર, પ્રાકૃતિક ગેસ અને રક્ષા સામાનની નિકાસ કરે છે. કાચા તેલની કિંમત નક્કી કરવામાં રશિયાની મહત્વની ભૂમિકા છે. તે દર વર્ષે 65 લાખ બેરલ તેલની નિકાસ કરે છે. સનફ્લાવર ઓઈલના મામલામાં દુનિયાભરમાં 75 ટકા નિકાસ રશિયા અને યૂક્રેન કરે છે. રશિયા દુનિયામાં 17 ટકા પ્રાકૃતિક ગેસનું ઉત્પાદન કરે છે. તો દુનિયામાં નાઈટ્રોજન ખાતરનો 15 ટકા બિઝનેસ રશિયાથી થાય છે. જ્યારે પોટાશ ફર્ટિલાઈઝર નિકાસમાં રશિયાની 17 ટકાથી વધારે ભાગીદારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news