આ યુવકને SEX DOLL સાથે થઈ ગયો પ્રેમ, પછી યુવકે DOLL સાથે સગાઈમાં કર્યું કંઈક એવું કે...
પ્રેમની વાતોની વચ્ચે, આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ તેના પ્રેમને સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રેમ આંધળો છે. તમે પણ ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો પ્રેમમાં કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. પ્રેમમાં ઉંમર અને જાતિને જોવામાં નથી આવતી.. હવે સમલૈંગિકતાને પણ મંજૂરી આપવામાં આવી છે. પ્રેમની વાતોની વચ્ચે, આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ તેના પ્રેમને સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. આ વ્યક્તિને પ્લાસ્ટિકની ઢીંગલી સાથે પ્રેમ થઈ ગયો છે.
SEX DOLL પર આવ્યું દિલ
આ હોંગકોંગની ઘટના છે. જ્યાં આ વ્યક્તિનું દીલ સેક્સ ડોલ પર આવી ગયું.. અહીં રહેતા 36 વર્ષીય શાઈ ટિયાનરોંગે એક છોકરી સાથે પ્રેમમાં પડવાને બદલે SEX DOLL સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ખરેખર, તેણે આ SEX DOLLને તેના આનંદ માટે ખરીદી હતી, પરંતુ તેને સમજાયું કે આ ડોલ સાથે તેનો સાચો પ્રેમ થઈ ગયો છે. આવી સ્થિતિમાં તે આ સેક્સ ડોલ સાથે સગાઈ કરી. આ માણસની લવ સ્ટોરી ખૂબ ચર્ચામાં છે.
નવી મંગેતરને મોંઘી મોંઘી ગિફ્ટ આપી
તમને જાણીને આશ્ચર્ય થશે કે શાઈએ તેની સગાઈ પછી તેની નવી મંગેતરને ઘણી કિંમતી ભેટો આપી છે. તેમાં આઈફોન 12 થી લઈને મોંઘા કપડાં અને ચંપલનો સમાવેશ છે. શાઈ આ સેક્સ ડોલને એટલી પસંદ કરે છે કે તેણે આજ સુધી ચુંબન પણ નથી કર્યું.. તેને લાગે છે કે ચુંબન તેની સ્કીન બગાડે છે. દરેક લોકો શાઇના આ પ્રેમથી સ્તબ્ધ છે.
SEX ડોલમાં ખૂબ રસ
શાઈ તેના માતાપિતા સાથે રહે છે. તેને ઘણા વર્ષોથી સેક્સ ડોલ્સમાં ખૂબ રસ હતો. જ્યારે તે 26 વર્ષનો હતો, ત્યારે તેને એક સ્ટોરમાં ડોલ પસંગ આવી ગઈ હતી, પરંતુ તે સમયે વધુ કિંમતના કારણે તેને ખરીદી શક્યો નહીં. બાદમાં, શાઈએ ઓનલાઇન સેક્સ ડોલની શોધ કરી અને તેના બજેટ અનુસાર ડોલ ખરીદી. આ ડોલ સાથે રહીને તે એટલો આરામદાયક બની ગયો કે તેની સાથે તેની સગાઇ થઈ ગઈ.
ખૂબ ખુશ છે શાઈ
શાઈ કહે છે કે ડોલની સાથે સગાઈ અને લગ્ન કરવા એ છોકરી સાથે કરવા કરતા આસાન છે. ડોલ તેની જરૂરિયાતતો પૂર્ણ કરે છે પરંતુ સાથે સાથે તેને સમજે પણ છે. ડોલ તેની સાથે ઝગડો નથી કરતી. શાઈએ તેના સપના હકીકતમાં બદલી નાંખ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે