China ના હાડકા ખોખરા કરવાના મૂડમાં છે આ ટચુકડો દેશ, અમેરિકાને કહ્યું- જલદી આપો F-16 ફાઈટર જેટ 

હવે આ ટચુકડા દેશે ચીન સાથે આ પાર કે પેલે પાર કરી નાખવાનું મન બનાવી નાખ્યું છે. આ જ કારણ છે કે પોતાની સુરક્ષા કારણસર તે પહેલા કરતા વધુ તૈયાર દેખાઈ રહ્યું છે.

Updated By: Oct 17, 2021, 09:09 AM IST
China ના હાડકા ખોખરા કરવાના મૂડમાં છે આ ટચુકડો દેશ, અમેરિકાને કહ્યું- જલદી આપો F-16 ફાઈટર જેટ 
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: ચીનથી વધતા ખતરાને ધ્યાનમાં રાખતા તાઈવાને અમેરિકા પાસે જેમ બને તેમ જલદી એફ-16 ફાઈટર જેટ્સની ડિલિવરી કરવાની ગુહાર લગાવી છે. હવે તાઈવાને ચીન સાથે આ પાર કે પેલે પાર કરી નાખવાનું મન બનાવી નાખ્યું છે. આ જ કારણ છે કે પોતાની સુરક્ષા કારણસર તે પહેલા કરતા વધુ તૈયાર દેખાઈ રહ્યું છે. ચીની ફાઈટર જેટ્સની ઘૂસણખોરી અને ડ્રેગનના વધતા જોખમ વચ્ચે રિપોર્ટ સામે આવ્યો છે કે તાઈવાનના અધિકારીઓએ અમેરિકા પાસે તાઈપેને અમેરિકી નિર્મિત એફ-16 ફાઈટર જેટની ડિલિવરીમાં ઝડપ લાવવાનો આગ્રહ કર્યો છે. 

તાઈપે ટાઈમ્સે સીએનએનના એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને તાઈવાનના અધિકારીઓ સાથે તાઈવાનને અમેરિકી નિર્મિત એફ-16ની ડિલિવરીમાં ઝડપ લાવવાની સંભાવનાર પર ચર્ચા કરી છે. અત્રે જણાવવાનું કે 2019માં તાઈવાને અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ ખરીદવા માટે ડીલ કરી હતી. જે લગભગ 10 વર્ષમાં પૂરી  થશે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે 22 ફાઈટર જેટ્સના વેચાણને 2019માં મંજૂરી અપાઈ હતી. પરંતુ ચીનની ઉશ્કેરણી અને જોખમને ધ્યાનમાં રાખતા તાઈવાનને વાસ્તવિક ડિલિવરીના સમયમાં ઝડપ આવવાની આશા છે. જેમાં સામાન્ય રીતે 10 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આ ડેવલપમેન્ટ એવા સમયે આવ્યું છે કે જ્યારે પેન્ટાગન ઈન્ડો-પેસેફિક કમાન્ડ વધતી ચિંતા દેખાડી રહ્યા છે કારણ કે ચીને પોતાની સેનાનું ઝડપથી આધુનિકીકરણ કર્યું છે અને તાઈવાનને ધ્યાનમાં રાખતા પતોાની તાલિમમાં સુધારો કર્યો છે. 

Corona: ભારતમાં રસીકરણની 'સુપરફાસ્ટ' ઝડપ જોઈ IMF બાદ હવે વર્લ્ડ બેંક પણ થયું ઓળઘોળ, ભરપેટ કર્યા વખાણ

તાઈપે ટાઈમ્સે તાઈવાનના રક્ષા મંત્રાલયના આંકડાનો હવાલો આપતા કહ્યું કે લગબગ 150 ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈન્ય વિમાનોએ 1-5 ઓક્ટોબરમાં તાઈવાનના એરસ્પેસમાં ઘૂસણખોરી કરી છે. આ બેઈજિંગ તરફથી છેલ્લા કેટલાક દિવસમાં તાઈવાનમાં સૌથી મોટી ઘૂસણખોરી છે. આ ઘૂસણખોરી એવા સમયે થઈ કે જ્યારે ચીને તાઈવાન પર સંપૂર્ણ સાર્વભૌમત્વનો દાવો કર્યો. તાઈવાન અને ચીનના પુર્ન: એકીકરણની જોરદાર વકીલાત કરતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં કહ્યું હતું કે 'તાઈવાન પ્રશ્ન' નો મુદ્દો ઉકેલી લેવાશે અને તેને ફરીથી ચીનમાં ભેળવી દેવાશે. 

IPL ની ફાઈનલમાં જાડેજાના 2 ઈશારા, કોઈ સમજે કે ન સમજે.. પણ દિલ્હી પોલીસ સમજી ગઈ!

જો કે ચીની રાષ્ટ્રપતિના નિવેદનનો જડબાતોડ જવાબ આપતા તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેને કહ્યું હતું કે તાઈવાન ચીનના કોઈ પણ પ્રકારના દબાણ આગળ ઝૂકશે નહીં અને પોતાના લોકતાંત્રિક જીવનની રક્ષા કરશે. તાઈવાનના રાષ્ટ્રીય દિવસના અવસરે રાષ્ટ્રપતિએ એક ભાષણમાં કહ્યું કે અમે જેટલું વધુ મેળવીએ છીએ, ચીન તરફથી એટલા જ વધુ દબાણનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે કોઈ પણ તાઈવનને ચીનના બનાવેલા રસ્તે ચાલવા માટે મજબૂર કરી શકે નહીં. તેમણે તાઈવનને 'લોકતંત્રની રક્ષાની પહેલી પંક્તિ પર ઊભેલું' ગણાવ્યું. તાઈવાનના રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ચીન તરફથી સતત હવાઈ ઘૂસણખોરીની નાપાક હરકત થઈ  રહી છે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાનના એકીકરણની વકીલાત કરી છે. 

1949માં ચીનથી અલગ થઈ ગયું હતું તાઈવાન
તાઈવાન અને ચી 1949માં ગૃહ યુદ્ધ વચ્ચે તે સમયે અલગ થઈ ગયા હતા જ્યારે માઓ જેદોંગના નેતૃત્વમાં દેશના મુખ્ય ભાગ પર સામ્યવાદીઓ (કમ્યુનિસ્ટ)ની સત્તા આવ્યા બાદ સત્તારૂઢ નેશનલિસ્ટ પાર્ટીના લોકો ભાગીને આ દ્વિપ પર જતા રહ્યા હતા. ત્યારબાદથી તાઈવાનમાં સ્વશાસન છે અને ચીને તેને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube