Taliban નેતાએ કહ્યું- 'કાયદાનો ડર પેદા કરવા હાથ કાપવાની ક્રૂર સજા જરૂરી'

તાલિબાન (Taliban) એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાસેથી કોઈપણ પ્રકારની દયાની આશા કરવામાં ન આવે. અફગાનિસ્તાન (Afghanistan) ની સત્તા પર કબજો જમાવ્યા બાદ તાલિબાનનું કહેવું છે કે, કટ્ટર ઇસ્લામી કાયદો લાગુ કરવામાં આવે અને તેને અનુરૂપ સજા આપવામાં આવે

Taliban નેતાએ કહ્યું- 'કાયદાનો ડર પેદા કરવા હાથ કાપવાની ક્રૂર સજા જરૂરી'

કાબુલ: તાલિબાન (Taliban) એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાસેથી કોઈપણ પ્રકારની દયાની આશા કરવામાં ન આવે. અફગાનિસ્તાન (Afghanistan) ની સત્તા પર કબજો જમાવ્યા બાદ તાલિબાનનું કહેવું છે કે, કટ્ટર ઇસ્લામી કાયદો લાગુ કરવામાં આવે અને તેને અનુરૂપ સજા આપવામાં આવે. તેમાં હાથ કાપવાથી લઇને ફાંસી પર ચઢાવવા જેવી ક્રૂર સજાઓ સામેલ છે. જ્યારે નવી સરકારની જાહેરાત પર તાલિબાને કહ્યું હતું કે, તેમની આ સરકાર ગત સરકારથી એકદમ અલગ હશે અને તે બદલાની ભાવનાથી કામ કરશે નહીં.

પરદા પાછળ મળશે Punishment
તાલિબાન (Taliban) ના સંસ્થાપકોમાંથી એક અને ઇસ્લામી કાયદાના જાણકાર મુલ્લા નૂરૂદ્દીન તુરાબી (Mullah Nooruddin Turabi) એ તેમની સરકારના ઈરાદા સ્પષ્ટ કરતા કહ્યું છે કે, ટૂંક સમયમાં જૂની સરકારમાં આપવામાં આવતી સજાઓને લાગુ કરવામાં આવશે. તેમાં લોકોના હાથ કાપવાથી લઇને ફાંસી આપવા સુધીની સજા સામેલ છે. આવી સજાઓ કાયદાનો ડર કાયમ કરવા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે આ પ્રકારની સજાઓ સાર્વજિક રીતે નહીં, પરંતુ પરદા પાછળ આપવામાં આવશે.

World ને આપી ચેતવણી
ન્યૂઝ એજન્સી AP ને આપેલા ઇન્ટરવ્યૂમાં મુલ્લા નૂરૂદ્દીન તુરાબીએ ફાંસીની સજા પર તાલિબાનની નારાજગીવાળા દાવાને નકાર્યો છે. મુલ્લાએ અફઘાનિસ્તાનની નવી સરકાર સામે કોઈપણ પ્રકારના ષડયંત્ર રચવાને લઇને દુનિયાને ચેતવણી પણ આપી છે. તમને જણાવી દઇએ કે, તાલિબાન ગત સરકારમાં ફાંસીની સજા સામાન્ય રીતે કોઈ સ્ટેડિયમમાં આપવામાં આવી હતી, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

અમને કોઈ ના કહો કે અમારે શું કરવાનું છે
તુરાબીએ કહ્યું કે, સ્ટેડિયમમાં ફાંસી આપવા પર તમામે અમારી આલોચના કરી, પરંતુ અમને તે કાયદાઓ અને તેમની સજા વિશે કંઈપણ કહ્યું નથી. કોઈ અમને કહી શકતા નથી કે અમારો કાયદો શું હોવો જોઈએ. અમે ઇસ્લામનું પાલન કરીશું અને કુરાન પર પોતાના કાયદા બનાવીશું. તુરાબીના નિવેદનથી સ્પષ્ટ છે કે, તાલિબાન ટૂંક સમયમાં તેમના જૂના શાસનની સજાઓ લાગુ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 60 વર્ષના તુરાબી તાલિબાનની ગત સરકારના કાયદા મંત્રી હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news