RAJKOT ગેસ કટર ગેસનો બાટલો ફાટતા પિતા-પુત્રના શરીરના ફૂરચે ફુરચા ઉડી ગયા
ઉપલેટામાં સવારે 9 વાગ્યાની આસપાસ એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ભંગારડાવામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા સમયે અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્ફોટ થતા હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ ઘટનાના બંન્ને પિતા પુત્રના મોત નિપજ્યાં હતા. ઉપલેટા પોલીસને ઘટના અંગે માહિતી મળતા તત્કાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી હતી.
Trending Photos
રાજકોટ : ઉપલેટામાં સવારે 9 વાગ્યાની આસપાસ એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ભંગારડાવામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા સમયે અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્ફોટ થતા હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ ઘટનાના બંન્ને પિતા પુત્રના મોત નિપજ્યાં હતા. ઉપલેટા પોલીસને ઘટના અંગે માહિતી મળતા તત્કાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી હતી.
હાલ તો મૃતક પિતા પુત્રના શબને કોટેજ હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓનું ફોરેન્સીક પી.એમ કરવા રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટામાં જુની પુરોહીત લોજ સામે આવેલા ભંગારના ડેલામાં પિતા-પુત્ર સહીત કારીગરો કામગીરી કરી રહ્યા હતા. અચાનક વિસ્ફોટ થતા રજાકભાઇ અલીભાઇ કાણા અને પુત્ર રહીશ રજાકભાઇ કાણાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ભંગારના ડેલામાં રહેલા અન્ય 3 વ્યક્તિઓ દુર કામ કરી રહ્યા હતા.
એક જ સાથે પિતા-પુત્રના મોત થતા મુસ્લીમ સમાજમાં અરેરાટી વ્યાપી છે. પિતા પુત્રનું મોત થતા શહેરમાં ભારે અરેરાટી વ્યાપી છે. ભંગારના ડેલામાં લોખંડનું કટિંગ ગેસ કટર દ્વારા કરવામાં આવે છે. જેમાં રાંધણગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોઇ પણ પ્રકારની સેફ્ટી વગર આ કામગીરી ચાલતી હોય છે. તેવામાં આ દુર્ઘટના બની હતી. આ બનાવની જાણ થતા હાલ ઘટના સ્થળ પર પોલીસ સ્ટાફ, મામલતદાર, ધારાસભ્ય લલિત વસોયા સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. હાલ તો સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે