અમેરિકામાં મોદી પાવર! PM Modi ને મળ્યા Kamala Harris, ભારતની કરી પ્રશંસા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે

અમેરિકામાં મોદી પાવર! PM Modi ને મળ્યા Kamala Harris, ભારતની કરી પ્રશંસા

વોશિંગટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) સાથે મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કમલા હેરિસે પીએમ મોદી (PM Modi) ને કહ્યું કે, યૂએસ (USA)  ભારત સરકારની તે જાહેરાતનું સ્વાગત કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ટૂંક સમયમાં જ કોરોના વેક્સીન (Corona Vaccine) ની નિકાસ ફરીથી શરૂ કરશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાત દરમિયાન ભારત (India) અને અમેરિકાને એકબીજાના પ્રાકૃતિક ભાગીદાર ગણાવ્યા છે.

નવી ઉંચાઈઓ પર પહોંચશે સંબંધ
મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી (PM Modi) એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamala Harris) ના નેતૃત્વમાં ભારત અને અમેરિકાના સંબંધ નવી ઉંચાઈઓ પર પહોંચશે. પીએમ મોદીએ કમલા હેરિસની પ્રશંસા કરતા કહ્યું કે, તમે દુનિયામાં ઘણા લોકો માટે પ્રેરણાસ્રોત છો. ભારતના લોકો પણ ઇચ્છશે કે ભારતમાં તમારી આ ઐતિહાસિક વિજય યાત્રાને સન્માનિત કરીએ અને તમારું સ્વાગત કરીએ તેથી હું તમને ખાસ ભારત આવવા માટે આમંત્રણ આપું છું.

સ્વાગત માટે PM એ માન્યો આભાર
પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં ભવ્ય સ્વાગત માટે પણ ઉપરાષ્ટ્રપતિનો આભાર માન્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, 'મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે હું તમારો આભારી છું'. બેઠકમાં બંને નેતાઓએ ભારત અને અમેરિકાની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર આપ્યો. તે દરમિયાન પરસ્પર અને વૈશ્વિક હિતના મુદ્દા પર પણ વાતચીત કરી. જણાવી દઇએ કે, PM મોદી અને કમલા હેરિસ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.

Kamala Harris ની પ્રશંસા
બેઠક બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ અમેરિકી વહીવટીતંત્ર અને કમલા હેરિસની પ્રશંસા કરી અને કહ્યું, 'થોડા મહિના પહેલા મને તમારી સાથે ટેલિફોન દ્વારા વિગતવાર વાત કરવાની તક મળી હતી. આ તે સમય હતો જ્યારે ભારત કોરોનાની બીજી લહેરની પકડમાં હતું. તે સમયે તમે જે રીતે ભારત સાથે લગાવ રાખ્યો હતો. ભારતને મદદ કરવા માટે પગલાં લેવા બદલ હું તમારો આભાર માનું છું. મહામારીની બીજી લહેર દરમિયાન, અમેરિકી સરકાર, કંપનીઓ અને ભારતીય સમુદાય બધા મળીને ભારતની મદદ માટે ભેગા થયા.

'વધતો જતો તાલમેલ અને સહયોગ'
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે ભારત અને અમેરિકા વિશ્વના સૌથી મોટી અને સૌથી જૂની ડેમોક્રેસી તરીકે કુદરતી સહયોગી છે. આપણા મૂલ્યોમાં સમાનતા છે. અત્યારે આપણો સમન્વય અને સહકાર સતત વધી રહ્યો છે. તે જ સમયે, કમલા હેરિસે ભારતને અમેરિકાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ ભારત સરકારની જાહેરાતનું સ્વાગત કર્યું છે કે તેમણે કહ્યું છે કે તે ટૂંક સમયમાં કોવિડ-19 રસીની નિકાસ ફરી શરૂ કરશે.

India ના Vaccine અભિયાનની પ્રશંસા
હેરિસે કહ્યું કે કોરોના સામેની લડાઈમાં રસીકરણ માટે ભારત અન્ય દેશો માટે મહત્વનો સ્ત્રોત રહ્યો છે. ભારત ટૂંક સમયમાં રસીની નિકાસ શરૂ કરવા જઈ રહ્યું છે. હું તેમનું સ્વાગત કરું છું. ભારતમાં દરરોજ 10 કરોડ લોકોને રસી આપવામાં આવી રહી છે, જે ખૂબ જ પ્રભાવશાળી પગલું છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અમે બંને દેશો એકબીજાની પડખે ઉભા રહ્યા છીએ, બંને દેશોએ પોતાને વધુ સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ માન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news