તાલિબાનના તાંડવથી અફઘાનની સ્થિતિ ખરાબ, 8 રાજ્યો પર કબજા બાદ હવે એરફોર્સ સ્ટેશનો પર હુમલો

તાલિબાને અફઘાનિસ્તાનના પ્રાંતની રાજધાનીઓ સહિત 75 ટકા વિસ્તાર પર કબજો કરી લીધો છે. હવે તાલિબાને એરફોર્સ સ્ટેશનો પર પણ હુમલો કરી દીધો છે. 

તાલિબાનના તાંડવથી અફઘાનની સ્થિતિ ખરાબ, 8 રાજ્યો પર કબજા બાદ હવે એરફોર્સ સ્ટેશનો પર હુમલો

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ડર સતત વધી રહ્યો છે. અહીં તાલિબાને આઠ રાજ્યો પર કબજો કર્યા બાદ હવે તાલિબાને એરફોર્સ સ્ટેશનો પર પણ કબજો કરવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને 'એમઆઈ-24' એટેક હેલીકોપ્ટરને પણ પોતાના કબજામાં કરી લીધુ છે. આ હેલીકોપ્ટર વર્ષ 2019માં ભારતે અફઘાનિસ્તાનને ભેટમાં આપ્યું હતું. 

બે દાયકાની લડાઈ બાદ અમેરિકી અને નાટો સૈનિકોની અંતિમ વાપસી વચ્ચે હવે તાલિબાનના કબજામાં અફઘાનિસ્તાનનો ઘણો ભાગ ચાલ્યો ગયો છે. અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની તાલિબાનના કબજાવાળા વિસ્તારથી ઘેરાયેલા બાલ્ખ પ્રદેશ ગયા છે જેથી તાલિબાનના પાછળ ધકેલવા માટે સ્થાનિક સરદારો પાસે મદદ માંગી શકાય. તેમણે સેના પ્રમુખને પણ હટાવી દીધા છે. 

કાબુલ પર હાલ સીધો ખતરો નહીં
તાલિબાનના કબજાથી હાલ કાબુલ પર સીધી રીતે ખતરો નથી પરંતુ તેની ગતિથિ સવાલ પેદા થઈ રહ્યો છે કે અફઘાન સરકાર ક્યાં સુધી પોતાના અંતરિયાળ વિસ્તારો પર નિયંત્રણો રાખી શકશે. ઘણા મોર્ચા પર સરકારના વિશેષ કાર્યવાહી દળોની સાથે લડાઈ ચાલી રહી છે જ્યારે નિયમિત સૈનિકોના લડાઈ મેદાનમાંથી ભાગવાની માહિતી પણ મળી રહી છે. હિંસાને કારણે હજારોની સંખ્યામાં લોકો શરણ માટે રાજધાની પહોંચી રહ્યાં છે. આ મહિનાના અંત સુધી પોતાના સૈનિકોની વાપસી પૂરી કરનાર અમેરિકા હવાઈ હુમલા કરી રહ્યું છે પરંતુ ખુદને જમીની લડાઈમાં સામેલ કરવાથી બચી રહ્યું છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કહેરથી કોઈ બચી શક્યું નથી. બાળકો સૌથી વધુ શિકાર થઈ રહ્યાં છે, જે તે જાણતા પણ નથી કે બોમ્બ અને રોકેટનો વરસાદ કેમ થઈ રહ્યો છે. તેનાથી તાલિબાનનો ઇરાદો વધુ મજબૂત થઈ ગયો છે. તાલિબાનની વધતી શક્તિનું પરિણામ અફઘાનિસ્તાનના સામાન્ય નાગરિક ભોગવી રહ્યાં છે. તાલિબાનના આતંક અને અત્યાચારને કારણે અફઘાન નાગરિક પોતાનું બધુ છોડીને સુરક્ષિત સ્થળો પર જવા માટે મજબૂર બન્યા છે. કેટલાક લોકો કાબુલ ભાગી રહ્યાં છે તો કેટલાક લોકો પાકિસ્તાન અને ઇરાન જઈ રહ્યાં છે. તેવામાં લોકોની સંખ્યા એટલી બધી થઈ ચુકી છે કે આ જગ્યાઓની સરહદો પર હજારોની સંખ્યામાં અફઘાની નાગરિક આકાશની નીચે રહેવા મજબૂર થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news