Petrol: દુનિયાના એવા દેશો... જ્યાં સાવ પાણીના ભાવે પેટ્રોલ મળે છે, જાણીને ચક્કર ખાઈ જશો

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ (Petrol) અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી દેશભરના લોકો નારાજ છે.

Petrol: દુનિયાના એવા દેશો... જ્યાં સાવ પાણીના ભાવે પેટ્રોલ મળે છે, જાણીને ચક્કર ખાઈ જશો

નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ (Petrol) અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી દેશભરના લોકો નારાજ છે. જોકે સરકાર ભાવ ઘટાડવાની ચર્ચા કરી રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના ઘણા દેશો એવા છે જ્યાં પેટ્રોલ ખરેખર પાણીના ભાવે મળે છે.

ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસિસે જારી કરેલા આંકડા મુજબ, વિશ્વમાં સૌથી સસ્તુ પેટ્રોલ વેનેઝુએલામાં મળે છે. અહીં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 1.45 રૂપિયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ 2018માં આ દેશમાં એક લિટર પેટ્રોલ 67 પૈસામાં વેચાઇ રહ્યું હતું. વેનેઝુએલા એક એવો દેશ છે જેની ગણતરી સતત ગંભીર આર્થિક સંકટવાળા દેશમાં થાય છે. જોકે, આ દેશમાં પૃથ્વી પર તેલનો સૌથી મોટો ભંડાર છે અને અર્થવ્યવસ્થા તૂટી હોવા છતાં, અહીંની સરકાર બળતણ પર સબસિડી આપે છે.

વેનેઝુએલા પછી નંબર આવે છે ઇરાનનો. જ્યાં પેટ્રોલ 4.50 રૂપિયા પ્રતિ લિટરના દરે મળે છે. ઈરાન તેલ ઉત્પાદન કરતા દેશો પૈકીનો એક છે. તેલ ઉત્પાદક દેશ હોવા છતાં પેટ્રોલની કિંમત વેનેઝુએલા કરતાં અહીં ઘણી વધારે માનવામાં આવે છે.

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

ત્યારબાદ નંબર આવે છે દક્ષિણી-પશ્ચિમી આફ્રિકન દેશ એંગોલાનો. અટલાન્ટિક સમુદ્રને અડીને આવેલ આ દેશ ખૂબ જ નાનો છે. પરંતુ બળતણ અને સોના જેવી કિંમતી ધાતુઓના સંગ્રહને કારણે તેનું નામ ચર્ચામાં છે. એંગોલામાં પેટ્રોલ પણ સસ્તું છે. અહીં એક લિટર પેટ્રોલ માટે 17.82 રૂપિયા ચૂકવવા પડે છે.

તેવી જ રીતે કુવૈતમાં પણ પેટ્રોલ ખૂબ સસ્તુ છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 25.26 રૂપિયા છે. નોંધનીય છે કે, કુવૈત સહિત લગભગ તમામ ખાડી દેશો વિશ્વના ઊર્જા સ્ત્રોતનું કેન્દ્ર છે. અહીં તેલનો ભંડાર છે, જેના કારણે આ દેશો તેમની નિકાસને કારણે ખૂબ જ સમૃદ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news