Eno Alaric Predictions: સાવધાન...15મી મેના રોજ એક એલિયન પૃથ્વી પર આવશે અને 10000 લોકોને બીજા ગ્રહ પર  લઈ જશે!

દુનિયામાં અનેક લોકો એવા છે જે ટાઈમ ટ્રાવેલ કર્યાના દાવા કરે છે. હવે આ બધા વચ્ચે એક વ્યક્તિએ પોતાની જાતને ટ્રાઈમ ટ્રાવેલર ગણાવી છે અને એવા એવા દાવા કર્યા છે કે હલી જવાય. 

Eno Alaric Predictions: સાવધાન...15મી મેના રોજ એક એલિયન પૃથ્વી પર આવશે અને 10000 લોકોને બીજા ગ્રહ પર  લઈ જશે!

દુનિયામાં ઘણા સમયથી ટાઈમ ટ્રાવેલ અંગે ચર્ચાઓ છેડાયેલી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર કોઈ સમય યાત્રા કરી શકે ખરું? શું આવનારા સમયમાં ટાઈમ ટ્રાવેલ માટે કોઈ ટાઈમ મશીન બનાવવામાં આવી શકે? વર્ષોથી વૈજ્ઞાનિકોને ટાઈમ ટ્રાવેલની ધારણા માત્ર રોમાંચિત કરી રહી છે. દુનિયામાં અનેક લોકો એવા છે જે ટાઈમ ટ્રાવેલ કર્યાના દાવા કરે છે. હવે આ બધા વચ્ચે એક વ્યક્તિએ પોતાની જાતને ટ્રાઈમ ટ્રાવેલર ગણાવી છે અને એવા એવા દાવા કર્યા છે કે હલી જવાય. 

ટાઈમ ટ્રાવેલરનો ડરામણો દાવો
પોતાની જાતને ટાઈમ ટ્રાવેલર તરીકે ઓળખાવતા આ વ્યક્તિનું નામ છે ઈનો અલારિક. ટિકટોક પર @radianttimetraveller નામના આઈડીથી દાવો કર્યો છે કે તે વર્ષ 2671થી ટાઈમ ટ્રાવેલ કરીને પાછો આવ્યો છે. આ સાથે જ તેણે એવા એવા ડરામણા દાવા કર્યા છે. આ અગાઉ તેણે ટ્વિન પ્લેનેટના પૃથ્વી સાથે ટકરાવવાની, એલિયન્સ અને ત્રીજા વિશ્વયુદ્ધની પણ ચેતવણી આપી હતી. આ વખતે તેણે આખા વર્ષ દરમિયાન થઈ શકનારી ભયાનક ઘટનાઓ વિશે દાવા કર્યા છે. ટિકટોક પર તે પોતાનો ચહેરો બતાવતો નથી અને જાત જાતની ભવિષ્યવાણીઓ કરે છે. આ વખતે તો દાવો કર્યો કે તે 2671માં વર્ષમાં ફરીને આવ્યો. જાણો તેણે કરેલી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ વિશે...

17 ફેબ્રુઆરી
તેના દાવા મુજબ હ્યુસ્ટન, ટેક્સાસમાં પહેલું એફ6 વાવાઝોડું આવશે. જે લગભગ આખા શહેરને તબાહ કરી નાખશે. તેનાથી માનવ જાતિના ઈતિહાસમાં તે સૌથી ભયાનક વાવાઝોડું બનશે. 

28 માર્ચ
એક એવી પ્રાચીન કલાકૃતિ મળશે જેને સ્પર્શ કરવાથી તે બીજા બ્રહ્માંડમાં મોકલી દેશે. જેને પેન્ડોરો બોક્સ કહે છે. તેનું કહેવું છે કે બ્રહ્માંડ ખુબ સમાન કે સંપૂર્ણ રીતે અલગ હોઈ શકે છે. 

2 એપ્રિલ
વધુ એક દાવો કરતા કહ્યું કે સાન એન્ડ્રિયાસ ફોલ્ટ પર 9.8ની તીવ્રતાનો ભૂકંપ આવશે. આ  ભૂકંપને બિગ ઝોન કહેવાય છે, ત્યારબાદ કેલિફોર્નિયાના સમુદ્ર કાંઠે 750 ફૂટ ઊંચા મોજા ઉછળી સુનામી આવશે અને સાન ફ્રાન્સિસ્કો સહિત અનેક મોટા શહેરો તબાહ થઈ જશે. 

15મી મે
એક ભવિષ્યવાણી ધ ચેમ્પિયન નામના એલિયન વિશે પણ કરી. જે ધરતી પર આવશે અને તે 10000 લોકોને બીજા ગ્રહ પર લઈ જશે. તેનું કહેવું છે કે તે પહેલા પણ આ રીતે એકવાર આવી ચૂક્યો છે અને માણસોને બચાવવાની કોશિશ કરવા માટે તે આવ્યો હતો. ઈનોની આ કથિત  ભવિષ્યવાણીઓ સોશયિલ મીડિયા પર હાલ વાયરલ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news