જૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી

જૈક ડોર્સીએ ટ્વીટ કર્યુ- ખ્યાલ નથી કોઈએ સાંભળ્યું છે કે નહીં, પરંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામુ આપી દીધુ છે. જૈકનું પદ હવે ભારતીય અમેરિકન પગાર અગ્રવાલ સંભાળશે. 

Updated By: Nov 29, 2021, 10:20 PM IST
જૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી

નવી દિલ્હીઃ Jack Dorsey Resigned From Twitter: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જૈક ડોર્સીએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. જૈક ડોર્સીએ ટ્વિટર પર એક નિવેદન જાહેર કર્યુ છે, જેમાં તેમણે કહ્યુ કે, કો-ફાઉન્ડરથી સીઈઓ, ચેયરથી એક્ઝિક્યુટિવ ચેયર, પછી અંતરિમ સીઈઓ અને પછી સીઈઓ, લગભગ 16 વર્ષો કંપનીમાં પગાર કર્યા બાદ મેં નિર્ણય કર્યો છે કે આખરે છોડવાનો (ટ્ટિટર) સમય આવી ગયો છે. જૈકે પોતાના નિવેદનના અંતમાં કહ્યુ કે, ટ્વિટર ઇંક માટે મારી એક ઈચ્છા છે કે તે દુનિયાની સૌથી પારદર્શી કંપની બની રહે. 

જૈક ડોર્સીએ ટ્વીટ કર્યુ- ખ્યાલ નથી કોઈએ સાંભળ્યું છે કે નહીં, પરંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામુ આપી દીધુ છે. જૈકનું પદ હવે ભારતીય અમેરિકન પગાર અગ્રવાલ સંભાળશે. 

મહત્વનું છે કે આ પહેલા રોયટર્સે જૈક ડોર્સીના રાજીનામાની જાણકારી સૂત્રોના હવાલાથી આપી હતી. સૂત્રોએ જણાવ્યુ હતું કે કંપનીનું બોર્ડ જૈક ડોર્સીના ટ્વિટર છોડવાને લઈને છેલ્લા એક વર્ષથી તૈયારી કરી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે જૈક ડોર્સીએ પોતાનું છેલ્લુ ટવીટ 28 નવેમ્બરે કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યુ હતું- આઈ લવ ટ્વિટર.

ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવેલા પરાગ અગ્રવાલે ટ્વીટ કરી કહ્યુ- જૈક ડોર્સી અને અમારી ટીમનો આભાર અને  આવનાર કાલ માટે ખુબ ઉત્સાહિત છું. આ તે નોટ છે જેને મેં કંપનીને મોકલી છે. બધાનો વિશ્વાસ અને સમર્થન વ્યક્ત કરવા માટે આભાર.

ઉલ્લેખનીય છે કે સીએનબીસીએ જૈક ડોર્સીના આ પગલાને લઈને સૌથી પહેલા રિપોર્ટ કર્યો હતો. મહત્વનું છે કે 45 વર્ષના જૈક ડોર્સી આ દિવસોમાં ક્રિપ્ટો કરન્સીમાં ખુબ રસ દાખવી રહ્યાં છે. તેમણે ટ્વિટર પર બિટકોઇનના હેશટેગનો સાથે ઉપયોગ કરેલો છે. ડોર્સી ટ્વિટરની સાથે સાથે પેમેન્ટ કંપની સ્ક્વાયર ઇંકના પણ સીઈઓ છે, જેને લઈને પાછલા વર્ષે વિવાદ થઈ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube