Couple એ બે વર્ષ સુધી મનાવ્યું હનીમૂન, ખર્ચ કર્યા આટલા રૂપિયા, સાંભળીને ઉડી જશે હોશ

વર્ષ 2019 માં રોસ અને સારાના લગ્ન થયા હતા અને પછી તેમણે દુનિયાને ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમનું હનીમૂન કોઇ સામાન્ય વેકેશન ન હતું પરંતુ તેના માટે પહેલાં તેમણે પોતાની નોકરી છોડી દીધી અને પછી પોતાનું ઘર ભાડે આપી દીધું.

Couple એ બે વર્ષ સુધી મનાવ્યું હનીમૂન, ખર્ચ કર્યા આટલા રૂપિયા, સાંભળીને ઉડી જશે હોશ

નવી દિલ્હી: ચોક્કસ લોકો પોતાના લગ્નના થોડા દિવસો પછી હરવા ફરવા જાય છે પરંતુ એક કપલે બે વર્ષ સુધી પોતાનું હનીમૂન મનાવ્યું અને તેના પર લાખો રૂપિયા ખર્ચ કરી નાખ્યા. એટલું જ નહી આ હનીમૂન પર પતિ-પત્ની ઉપરાંત તેમના બાળકો અને પાલતૂ ડોગી પણ ગયો હતો. હનીમૂનનો આ રસપ્રદ કિસ્સો બ્રિટનના એક કપલ સાથે જોડાયેલો છે. 

પુત્ર અને ડોગીને લીધા સાથે
વર્ષ 2019 માં રોસ અને સારાના લગ્ન થયા હતા અને પછી તેમણે દુનિયાને ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમનું હનીમૂન કોઇ સામાન્ય વેકેશન ન હતું પરંતુ તેના માટે પહેલાં તેમણે પોતાની નોકરી છોડી દીધી અને પછી પોતાનું ઘર ભાડે આપી દીધું. ત્યારબાદ કપલે તોફાની ટ્રિપ પર પોતાની સાથે પુત્ર અને પોતાન લૈબ્રાડોરને પણ લીધો. 

આ 'ફૈમિલીમૂન' દરમિયાન આ લોકોએ ફ્રાંસથી માંડીને સ્વિત્ઝરલેંડ, ઇટલી, સ્પેશ, ટર્કી, અને બુલ્ગેરિયાની સફર કરી. મેટ્રોના સમાચાર અનુસાર આ કપલ હવે પરત આવી ગયું છે. તેમનો પુત્ર જે ટ્રિપ દરમિયાન 3 વર્ષનો હતો તે હવે 5 વર્ષનો થઇ ચૂક્યો છે. પૂર્વ રોયલ મરીન કમાંડો રોસ કહે છે કે દરેક દિવસ નવો રોમાંચ લઇને આવતો હતો. 
familymoon

પોતાની વાનમાં કરી સફર
કપલે આખી ટ્રિપ પોતાની વાનમાં બેસીને પુરી કરી અને તેના માટે લગભગ 13 લાખ રૂપિયા ખર્ચ કર્યા. રોસ કહે છે કે જ્યારે પણ વાનનો ગેટ ખોલતા તો પોતે એક નવી જગ્યાએ જોતા અને તમને બિલકુલ પણ ખબર નથી કે આગળ શું થવાનું છે. તેમણે કહ્યું કે અમે ક્વોલિટી ટાઇમ સાથે વિતાવવા માંગતા હતા અને આ નિર્ણય સરળ ન હતો. 

તેમણે કહ્યું કે નિયમિત નોકરી અને સેલરી સાથે આ કરવું મુશ્કેલ હતું, એટલા માટે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. તે કહે છે કે અમારી ટ્રિપથી પહેલા દરેક કોઇ વિચારતું હતું કે લોકો થોડા અઠવાડિયામાં પાછા આવી જશે અને માથા પર સવાર ફરવાનું ભૂત ઉતરી જશે પરંતુ એવું થયું નહી. 
family time

જોબ છોડીને ફરવાનો નિર્ણય
રોસ કહે છે કે આજે જ્યારે લોકો અમને જુએ છે તો આશ્વર્ય પામે છે. અમે દરેક પળને ખૂબસુરત રીતે વીતાવી અને આ કદાચ મારી લાઇફનો સૌથી સારો નિર્ણય હતો. તેમની પત્ની સારાએ જણાવ્યું કે અમારી ટ્રિપ પહેલાં લોકોએ અમને ઘણા પ્રશ્નો કર્યા અને ખાસકરીને જોબ છોડવાના લીધે તેમને અમારી ચિંતા પણ હતી. 

સારાએ જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન અમારો સમય વધુ સારી રીતે પસાર થયો. જો આ દરમિયાન અમે ફરી ન રહ્યા હોત તો લોકડાઉનના કારણે ઘરમાં જ કેદ રહેવું પડશે. પરંતુ અમે તે સમુદ્રના કિનારે મસ્તી કરીને અમારો સમય વિતાવ્યો. આખો પરિવાર જૂન 2021 માં જ બ્રિટન પરત આવ્યો છે અને આ લોકો આજે પણ જૂના દિવસોને યાદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news