અમેરિકાએ ઈમરાન ખાનની ઝાટકણી કાઢી, કહ્યું-ચીનના મુસલમાનોની ચિંતા કેમ નથી કરતું પાકિસ્તાન?

અમેરિકાએ પાકિસ્તાન(Pakistan)ને ફટકાર લગાવતા પૂછ્યું છે કે તે ફક્ત કાશ્મીરી મુસ્લિમો અંગે કેમ આટલું પરેશાન છે અને ચીનમાં રહેતા મુસ્લિમ સમુદાયની 'ભયાનક સ્થિતિ'ને ઉજાગર કેમ કરતું નથી.

અમેરિકાએ ઈમરાન ખાનની ઝાટકણી કાઢી, કહ્યું-ચીનના મુસલમાનોની ચિંતા કેમ નથી કરતું પાકિસ્તાન?

નવી દિલ્હી: અમેરિકાએ પાકિસ્તાન(Pakistan)ને ફટકાર લગાવતા પૂછ્યું છે કે તે ફક્ત કાશ્મીરી મુસ્લિમો અંગે કેમ આટલું પરેશાન છે અને ચીનમાં રહેતા મુસ્લિમ સમુદાયની 'ભયાનક સ્થિતિ'ને ઉજાગર કેમ કરતું નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં એક વિશેષ બ્રિફિંગ દરમિયાન દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકાના કાર્યવાહક સહાયક સચિવ એલિસ વેલ્સે ચીન વિરુદ્ધ વાત ન કરવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આલોચના કરી. ચીને પોતાના ઝિંજિયાગ પ્રાંતમાં એક લાખ ઉઈગર અને તુર્કી ભાષી મુસ્લિમોને અટકાયતમાં રાખ્યા છે. 

ચીન પાકિસ્તાનનું કાયમી મિત્ર છે. જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર અને મુંબઈના આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ જેવા પાકિસ્તાની આતંકીઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાના વૈશ્વિક પ્રયત્નોના મામલે ચીન હંમેશા પાકિસ્તાનનો બચાવ કરતું આવ્યું છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ યુએન મહાસભામાં કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દો ભૂતકાળનો વિવાદ છે અને તેનો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વીપક્ષીય સંધિઓ મુજબ ઉચિત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે એવું કોઈ પણ પગલું લેવાવું જોઈએ નહીં જેનાથી યથાસ્થિતિમાં કોઈ ફેરફાર થાય. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંનેએ પાડોશી દેશો હોવાના નાતે ચીન એવી આશા વ્યક્ત કરે છે કે બંને પક્ષો વચ્ચેનો વિવાદ યોગ્ય રીતે ઉકેલાય અને સંબંધોમાં સ્થિરતા બહાલ થાય. 

જુઓ LIVE TV

આ બાજુ ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના પહેલા સંબોધનમાં કાશ્મીર મુદ્દે ફરી પાછો જૂનો પુરાણો રાગ આલાપ્યો હતો. તેમણે તો એટલે સુદ્ધા કહી દીધુ કે ભારતના જમ્મુ અને કાશ્મીરમાંથી જ્યારે કરફ્યુ હટશે ત્યારે લોહીની નદીઓ વહેશે. ત્યારે શું થશે. શું કોઈએ તે વિશે વિચાર્યું છે ખરા. ઈમરાન ખાનને પોતાના દેશની સમસ્યાઓ તો દેખાતી નથી અને  બીજાના મામલાઓમાં ટાંગ અડાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news