VIDEO : 'ચાર રાજ્ય છે તો ચાર પત્ની પણ હોવી જોઈએ!' - બિલાવલ ભુટ્ટો

બિલાવલ ભુટ્ટો ઝરદારીની પત્રકાર પરિષદનો એક વીડિયો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ટ્વિટર હેન્ડલ પર મુકવામાં આવ્યો છે 

VIDEO :  'ચાર રાજ્ય છે તો ચાર પત્ની પણ હોવી જોઈએ!' - બિલાવલ ભુટ્ટો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીનો એક વીડિયો તેમની પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર મુકવામાં આવ્યો છે. જેમાં તે પોતાના લગ્ન અંગે પુછવામાં આવેલા સવાલનો હસતા-હસતા જવાબ આપી રહ્યા છે. તેમનો આ જવાબ સાંભળીને પત્રકાર પરિષદમાં આવેલા તમામ લોકો પણ જોર-જોરથી હસવા લાગ્યા હતા. 

બિલાવલ ભુટ્ટોને એક પત્રકાર મજીદ અબ્બીસીએ પુછ્યું કે, "પાકિસ્તાન કી અવામ આપકો દો રૂપમેં દેખના ચાહતી હૈ. એક વઝીરે આઝમ ઔર દુસરા શાદી કે રૂપ મેં. ક્યા આપને શાદી કે સિલસિલે મેં કોઈ પૈસલા કિયા હૈ? ઔર વઝીરે આઝમ બનને સે પહલે શાદી કરેંગે યા બાદ મેં?"

— PPP (@MediaCellPPP) February 2, 2019

સવાલનો જવાબ આપતા બિલાવલે જણાવ્યું કે, "હા, તેના અંગે ચર્ચાઓ ચાલી રહી છે. અમે ચોક્કસ સમય નક્કી કરી રહ્યા છીએ કે ચૂંટણી પહેલા કે પછી કે પછી ચૂંટણી પ્રચાર દરમિયાન હું લગ્ન કરી લઉં. ચાર રાજ્ય છે તો દરેક રાજ્યમાં એક પત્ની હોવી જોઈએ અનેતેની ચૂંટણી અસર કેવી પડશે? અમારો રિપોર્ટ તૈયાર થઈ જાય પછી હું આપની સમક્ષ રજૂ કરીશ."

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ચાર રાજ્ય પંજાબ, સિંધ, ખૈબર-પખ્તુનવા અને બલૂચિસ્તાન છે. બિલાવલ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન દિવંગત બેનઝીર ભુટ્ટો અને આસિફ અલી ઝરદારીનો એકમાત્ર પુત્ર છે. તેના પિતા આસિફ અલી ઝદારી 2008થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. 

સરકારે મુક્યો છે પ્રતિબંધ
ઈમરાન ખાનની સરકારે દેશમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓના પ્રવાસ પર પ્રતિબંધ મુકેલો છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમણે આ પ્રકારનો પ્રતિબંધ મુક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news