કારનો અકસ્માત થતા વલસાડના યુવનનું સાઉથ આફ્રિકામાં મોત

વલસાડના યુવનનું સાઉથ આફ્રિકામાં અકસ્માતે મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. મહત્વનું છે, કે મૂળ વલસાડના અને સાઉથ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે ગયેલા નદીમ ડોક્ટરવાલાનું સાઉથ આફ્રિકાના માપુટો ખાતે કાર અકસ્મતામાં મોત થયું છે. 

કારનો અકસ્માત થતા વલસાડના યુવનનું સાઉથ આફ્રિકામાં મોત

જય પટેલ/વલસાડ: વલસાડના યુવનનું સાઉથ આફ્રિકામાં અકસ્માતે મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. મહત્વનું છે, કે મૂળ વલસાડના અને સાઉથ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે ગયેલા નદીમ ડોક્ટરવાલાનું સાઉથ આફ્રિકાના માપુટો ખાતે કાર અકસ્મતામાં મોત થયું હતું. 

નદિમ નામનો યુવક પરિવાર સાથે કારમાં જઇ રહ્યો હતો તે દરમિયાન અચાનક ટાયર ફાટતા કાર પલટી ખાઇ જતા અકસ્મતા સર્જાયો હતો. જેમાં નદીમ નામના યુવનાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નદીમ નામનો યુવક વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાઇ થયેલો હતો.

Valsad.jpg

LRD પરીક્ષા: વેબ સાઇટ પર ઉમેદવારોના ગુણ જાહેર કરાયા

મહત્વનું છે, કે નદીમ ડોક્ટરવાલા નામનો યુવક મૂળ વલસાડનો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સાઉથ આફ્રિકામાં પરિવાર સાથે રહેતો હતો. અને અચાંનક તેનુ અકસ્માતમાં મૃત્યું થતા પરિવાર નોધારો થયો છે. સાઉથ આફ્રિકામાં નદિમનું મોત થતા તેના મૃતદેહને વતન લાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news