ઘરેણાંના બદલે ટામેટા પહેરીને આવી નવવધૂ, અને પછી...વાંચો સમગ્ર મામલો

ઇમરાન ખાન (Imran Khan)ના નવા પાકિસ્તાન (Pakistan)માં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહીં શાકભાજી સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર છે. જેથી ત્યાં જનતા ખૂબ પરેશાન છે. સ્થિતિ એટલી હદે વણસી ગઇ છે કે હવે લોકો લગ્નમાં ટામેટાના દાગીના પહેરવા લાગ્યા છે.

ઘરેણાંના બદલે ટામેટા પહેરીને આવી નવવધૂ, અને પછી...વાંચો સમગ્ર મામલો

નવી દિલ્હી: ઇમરાન ખાન (Imran Khan)ના નવા પાકિસ્તાન (Pakistan)માં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહીં શાકભાજી સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર છે. જેથી ત્યાં જનતા ખૂબ પરેશાન છે. સ્થિતિ એટલી હદે વણસી ગઇ છે કે હવે લોકો લગ્નમાં ટામેટાના દાગીના પહેરવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વારયલ (Video Viral) થઇ રહ્યો છે જેમાં પાકિસ્તાની એક નવવધૂ ટામેટાના દાગીના પહેરીને ઇમરાનના કંગાળ પાકિસ્તાનની સચ્ચાઇ દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે.

લગ્નમાં આવેલા લોકો ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે નવવધૂ દાગીનાના બદલે ટામેટાનો હાર પહેરીને મંડપમાં પહોંચી. કન્યાના હાથમાં બંગડીઓ અને પાટલાના બદલે ટામેટા હતા અને માથા પર ટીકાના બદલે ટામેટું લટકતું હતું. આ નજારો જોઇ બધા આશ્વર્યચકિત થઇ ગયા.
पाकिस्तान में गहनों की जगह टमाटर पहनकर आई दुल्हन, चौंक गए बाराती, पढ़ें क्या है मामला

પાકિસ્તાનની દરિદ્વતા અને લોકો પર મોંઘવારીની મારનો અંદાજો આ તસવીરોથી લગાવી શકાય છે. આ બધ વિશે જ્યારે લોકોએ કન્યાને પૂછ્યું તો તેણે કહ્યું કે સોનાના ભાવની માફક ટામેટાના ભાવ પણ એટલા જ મોંઘા છે. એટલા માટે મેં મારા લગ્નમાં ઘરેણાના બદલે ટામેટા પહેર્યા છે.

— Naila Inayat नायला इनायत (@nailainayat) November 18, 2019

લગ્નમાં હાજર પાકિસ્તાની રિપોર્ટરે કન્યાને પ્રશ્ન કરતાં કહ્યું કે દહેજના કેટલા ટ્રક મોકલ્યા છે? તો કન્યાએ જવાબ આપતાં કહ્યું કે જેને પોતાની પુત્રી ટામેટા આપ્યા, તેને દહેજ આપવાની ક્યાં જરૂર છે. હું તો મારા પતિ પાસે આશા રાખુ છું કે તે રોજ સવારે ઉઠે અને શાકમાર્કેટ જાય અને ટામેટા લઇને આવે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news