PM મોદીની જીતથી જરા પણ આશ્ચર્ય નહી, અમે પહેલાથી જ જાણતા હતા: અમેરિકી વિદેશ મંત્રી

માઇક પોમ્પિયોએ કહ્યું કે તેઓ અને તેમની ટીમ ભારતની ચૂંટણી પર બારીકીથી નજર રાખી રહ્યા હતા

PM મોદીની જીતથી જરા પણ આશ્ચર્ય નહી, અમે પહેલાથી જ જાણતા હતા: અમેરિકી વિદેશ મંત્રી

વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, તેઓ જાણે છે કે નરેન્દ્ર મોદી ફરીએકવાર ભારતનાં વડાપ્રધાન બનશે અને તેઓ લોકસભા ચૂંટણીમાં મોદીની શાનદાર જીતથી પરેશાન નથી. પોમ્પિયોએ બુધવારે એક સમારંભને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ અને તેમની ટીમ ભારતમાં ચૂંટણી પર નજર રાખી રહ્યા હતા અને અમને ભરોસો હતો કે વડાપ્રધાન મોદી વિશ્વનાં સૌથી વધારે વસ્તીવાળા લોકશાહીની નવી પદ્ધતીનાં નેતા છે. 

હાલ શીખર પર પહોંચવાનું બાકી કેરળ, પશ્ચિમ બંગાળનો અલગ પડાવ: શાહ
થોડા સપ્તાહ પહેલા જ વાસ્તવમાં ઐતિહાસિક ચૂંટણી યોજાઇ
ઇન્ડિયા આઇડિયાઝ સમિટમાં કહ્યું કે, થોડા અઠવાડીયા પહેલા જ વાસ્તવામાં ઐતિહાસિક ચૂંટણી થઇ જેમાં 60 કરોડ ભારતીયોએ ઇતિહાસની સૌથી મોટી કવાયતમાં હિસ્સો લીધો. તેમણે મોદીને મોટો જનાદેશ આપ્યો. સમ્મેલનમાં ગુગલનાં ભારતીય-અમેરિકી સીઇઓ સુંદર પિચાઇ અને ભારત તથા અમેરિકા નાં ટોપના કોર્પોરેટ અધિકારીઓએ પણ ભાગ લીધો. તેમણે કહ્યું કે, પરિણામથી કોઇ પર્યવેક્ષક પરેશાન હતા પરંતુ હું સ્પષ્ટ કહું તો હું પરેશાન નહોતો થયો. હું નજીકથી ચૂંટણી પર નજર રાખી રહ્યો હતો. વિદેશ વિભાગમાં મારી ટીમ પણ નજર રાખી રહી હતી. 

VIDEO: PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો
પોમ્પિયોએ કહ્યું કે, 1971થી કોઇ પણ ભારતીય વડાપ્રધાન એક પાર્ટીનાં બહુમત સાથે પદ પર પરત ફર્યો છે. તેઓ ચાય વિક્રેતાનાં પુત્ર છે જેમણે 13 વર્ષ સુધી એખ રાજ્યનું શાસન સંભાળ્યું અને તેઓ સાચે જ વિશ્વની સૌથી ઝડપી ઉભરી રહેલી મહાશક્તિઓમાંથી એકનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. વડાપ્રધાનને મત આપનારાઓમાં સૌથી વધારે યુવા ભારતીયો હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news