બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનને આ એક વાતનો ખુબ ડર લાગે છે
ફિલ્મ અભિનેતા સલમાન ખાનનું કહેવું છે કે કોઈ સારી ફિલ્મનું પ્રમાણ સંપૂર્ણ રીતે બોક્સ ઓફિસની કમાણી પર નિર્ભર હોય છે પરંતુ જ્યારે વિવેચક તેની ફિલ્મના વખાણ કરે છે ત્યારે તેને ડર લાગે છે.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સલમાન ખાનનું કહેવું છે કે કોઈ સારી ફિલ્મનું પ્રમાણ સંપૂર્ણ રીતે બોક્સ ઓફિસની કમાણી પર નિર્ભર હોય છે પરંતુ જ્યારે વિવેચક તેની ફિલ્મના વખાણ કરે છે ત્યારે તેને ડર લાગે છે. 2009માં આવેલી વોન્ટેડ ફિલ્મ અને ત્યારબાદ દબંગથી કારકિર્દીના નવા શિખરે પહોંચનારા સલમાન ખાને કહ્યું કે લોકોની સ્વિકૃતિ જ તેના માટે અંતિમ નિર્ણય છે.
સલમાન ખાને કહ્યું કે મારી ફિલ્મોની માન્યતા બોક્સ ઓફિસ પર થયેલી કમાણીથી થાય છે કે ફિલ્મ લોકોને ગમી કે નહીં. કોઈ વિવેચક ફિલ્મને વધુ રેટિંગ આપ્યાં કે ફિલ્મની મજાક ઉડાવી તેનાથી કોઈ ફરક પડતો નથી. સલમાને કહ્યું કે આ તેની રોજી રોટી છે. અલ્લાહ તેમનાથી ખુશ રહે અને તેમને બે રોટી વધુ આપે. તેમણે કહ્યું કે હું ઈચ્છુ છું કે લોકો થિયેટરની અંદર જાય અને પોતાના જીવનને થોડીવાર સંપૂર્ણ રીતે ભૂલીને ફિલ્મની મજા લે.
Thank you so much for all the love and support you have shown towards 'Bharat' #BharatAudienceReactions@Bharat_TheFilm @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif #Tabu @bindasbhidu @DishPatani @WhoSunilGrover @nikhilnamit @reellifeprodn @SKFilmsOfficial @TSeries pic.twitter.com/40vSiCeq0C
— Salman Khan (@BeingSalmanKhan) June 13, 2019
ગત અઠવાડિયે ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાન (53)ની ફિલ્મ ભારતને દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. ફિલ્મમાં સલમાન ઉપરાંત જેકી શ્રોફ, કેટરીના કૈફ, સુનીલ ગ્રોવર, અને દિશા પટણી પણ છે. અભિનેતાએ કહ્યું કે પ્રશંસકોએ જે આપ્યું તે તેમના માટે સૌથી સારી ઈદી છે. હું ખુશ છું કે આ ફિલ્મ ખરેખર સારું પ્રદર્શન કરી રહી છે અને દરેકના કામને બિરદાવવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે