સાચવીને રહેજો... પોપટે લીધો 5 લોકોનો જીવ? દુનિયામાં મચી ગયો હડકંપ, ક્યાંક તમે ઝપટે ન ચડી જાવ

Parrot fever outbreak: કોરોના વાયરસથી લોકો હજુ બહાર નિકળ્યા હતા કે દુનિયામાં એક 'પેરોટ ફીવર' (Parrot Fever) નામની બિમારી સામે આવી છે. આ બિમારીના કહેરથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. આ વિશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ જાણકારી આપી છે. આવો જાણીએ આ બિમારીના લક્ષણ, કેવી રીતે કરશો બચાવ. 
 

સાચવીને રહેજો... પોપટે લીધો 5 લોકોનો જીવ? દુનિયામાં મચી ગયો હડકંપ, ક્યાંક તમે ઝપટે ન ચડી જાવ

What is Parrot Fever: યૂરોપમાં હાલમાં 'પેરોટ ફીવર' (Parrot Fever) નામની બિમારીના કહેરથી ઘણા લોકો ભયના ઓથારમાં છે. આ બિમારીથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે, જ્યારે 90થી વધુ લોકો સંક્રમિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHO એ ચેતાવણી જાહેર કરી છે. 

જાણો શું છે પેરોટ ફીવર' (Parrot Fever) 
હાલમાં, એક ખતરનાક રોગ ફેલાઈ રહ્યો છે, જે 'પેરોટ ફીવર' (Psittacosis) તરીકે ઓળખાય છે. આ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે પોપટ અને અન્ય પક્ષીઓમાં જોવા મળે છે, તેથી આ રોગને પેરોટ ફીવર પણ કહેવામાં આવે છે. પરંતુ તે મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. આ રોગ  'ક્લેમીડિયા સાઇટેસી' (Chlamydia psittaci) નામના બેક્ટેરિયાથી થાય છે, જે અસલમાં પોપટને ચેપ લગાડે છે. પરંતુ આ બેક્ટેરિયા મનુષ્યને પણ ચેપ લગાવી શકે છે અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.

જાણો કેવી રીતે ફેલાય છે 'પેરોટ ફીવર' રોગ
સંક્રમિત પોપટમાંથી નિકળનાર શ્વાસ, મળ અથવા પીછાની ધૂળમાં આ બેક્ટેરિયા હોય હોય છે. માણસને શ્વાસમાં લેવાથી પણ ચેપ લાગી શકે છે. પોપટ પાળનારાઓ, મરઘાં પાળનારાઓ, પશુચિકિત્સકો અને બગીચાઓમાં કામ કરતા લોકોને આ રોગનું જોખમ વધુ હોય છે.

જાણો ક્યાં થયા આ બિમારીથી મોત
પેરોટ ફીવર' (Parrot Fever) થી ડેનમાર્કમાં ચાર અને નેધરલેંડમાં એક માણસનું મોત થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અનુસાર, ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વીડનમાં ડઝનો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

'પેરોટ ફીવર' ના શું છે લક્ષણ (Parrot fever Symptoms)
- તાવ
- માથાનો દુખાવો
- ઠંડી લાગવી
- સ્નાયુઓમાં દુખાવો
- ઉધરસ
- શ્વાસ લેવામાં તકલીફ
- ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવો
ઉપર બતાવવામાં આવેલા તમામ લક્ષણ 'પેરોટ ફીવર'ના છે. 

જોકે લોકોમાં 'પેરોટ ફીવર' ના લક્ષણ ખૂબ અલગ હોઇ શકે છે, સમય રહેતાં આ બિમારીનું ધ્યાન રાખવામાં નહી આવે તો માયોકાર્ડિટિસ, અથવા હાર્ટમાં સોજા જેવી ગંભીર બિમારીઓ થઇ શકે છે. 

'પેરોટ ફીવર' થી બચાવ
પક્ષીઓના ઘરમાં પાલનથી બચો. જો ઘરમાં છો તેમને પોતાનાથી દૂર રાખો. તેમને પીંજરામાં રાખો. પીંજરાને વારંવાર સાફ કરો. જેથી પક્ષીનું મળ સુકાઇ જાય નહી અને હવામાં ન ઉડે. વિદેશોથી જો તમે હાલમાં પોપટ ખરીદવાનું ટાળો. પાલતૂ જાનવરોને ભીડભાડવાળી જગ્યા પર રાખવાનું ટાળો. જો કેટલાક લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news