બોલો, કેવી ગજબની મહિલા! તેને પુરુષોનો અવાજ જ સંભળાતો નથી!

ચીનની એક મહિલા વિચિત્ર સમસ્યાથી પીડાઈ રહી છે, તેને માત્ર મહિલાઓનો જ અવાજ સંભળાય છે, પુરુષોનો અવાજ સંભળાતો નથી, ડોક્ટરો પણ છે ચકિત 

બોલો, કેવી ગજબની મહિલા! તેને પુરુષોનો અવાજ જ સંભળાતો નથી!

નવી દિલ્હીઃ આ દુનિયામાં આપણે એવા અનેક લોકો જોઈએ છે, જેમને એવી વિચિત્ર સમસ્યા થઈ હોય છે જે અગાઉ ક્યારેય આપણે જોઈ કે સાંભળી ન હોય. ચીનમાં પણ એક આવી જ મહિલા છે, જેને પુરુષોનો અવાજ સંભળાતો નથી, માત્ર મહિલાઓનો જ અવાજ સંભળાળ છે. ડોક્ટરો પણ તેની આ સમસ્યા જાણ્યા બાદ ચકીત થઈ ગયા છે. 

ચીનમાં રહેતી ચેન નામની આ મહિલાની સમસ્યાની જ્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી ત્યારે આ મહિલા દેશની સૌથી ચર્ચિત મહિલા બની ગઈ હતી. એક દિવસ ચેન જ્યારે સવારે ઉઠી ત્યારે તેને તેના પાર્ટનરનો અવાજ સંભળાતો ન હતો. આથી તે કાનના ડોક્ટરને બતાવા માટે હોસ્પિટલમાં પહોંચી. ડોક્ટરોએ જ્યારે તેની સંપૂર્ણ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, ચેનને એક દુર્લભ પ્રકારની બિમારી થઈ છે. જે 12,000 લોકોમાંથી કોઈ એકને થાય છે. આ બિમારીને તબીબી ભાષામાં RSHL કહેવામાં આવે છે. 

ડોક્ટરોએ જણાવ્યું કે, આ પ્રકારની બિમારી અમેરિકા અને કેનેડામાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે વારસાગત કારણોને લીધે આ બિમારી થતી હોય છે. 

OMG! This woman is struggling with disease, She can not hear the voice voice of the men

કાનની ડોક્ટર મહિલાએ જણાવ્યું કે, ચેન જ્યારે અમારી પાસે ઈલાજ માટે આવી તો તે અમારો અવાજ સાંભળી શક્તી હતી, પરંતુ જ્યારે એક યુવાન પુરુષ અમારી પાસે આવ્યો તો ચેનને તેનો અવાજ સંભળાતો ન હતો. ચેને જણાવ્યું કે, આ બિમારીને કારણે તેના કાનમાં તેને સતત ઘંટડી વાગતી હોય એવો અવાજ સંભળાતો રહે છે. જેના લીધે તે તણાવમાં પણ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news