Republic Day: શું તમે જાણો છો દુનિયાના આ દેશો પાસે નથી પોતાનું લેખિત સંવિધાન

ભારતનું સંવિધાન એક લેખિત સંવિધાન છે. જો કે દુનિયામાં કેટલાક એવા દેશ પણ છે, જેના પાસે પોતાનું લખેલું સંવિધાન નથી. તેમનું શાસન કોઈ બીજા આધાર પર ચાલે છે. અહીં અમે તમને જણાવીશું કે દુનિયામાં એવા ક્યાં દેશ છે જેનું લેખિતમાં સંવિધાન નથી અને તેઓ કેવી રીતે દેશનું શાસન વ્યવસ્થા ચલાવે છે. 

Republic Day: શું તમે જાણો છો દુનિયાના આ દેશો પાસે નથી પોતાનું લેખિત સંવિધાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે 72મા ગણતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતનું સંવિધાન ભારતનું સર્વોચ્ચ વિધાન છે. જે સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના પારિત કરવામાં આવ્યો હતો. જેને 26 જાન્યુઆરી, 1950ના લાગૂ કરવામાં આવ્યો. આ કારણે આપણા દેશમાં 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશને પોતાના સંવિધાન પર ગર્વ રહે છે. 

ભારતમાં આશરે 200 વર્ષ સુધી અંગ્રેજોનું શાસન રહ્યું. આપણા દેશે અંગ્રેજોથી 15 ઓગસ્ટ, 1947ના આઝાદી મેળવી. અહીં તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈંગ્લેન્ડ પાસે પોતાનું લેખિત સંવિધાન નથી. અહીં પહેલાથી જ કેટલાક નિયમ બનેલા છે, જેના દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે. ઈંગ્લેન્ડના કાયદાનો સમય અને પરિસ્થિતિઓ મુજબ બદલવામાં આવે છે. કેટલાક અરબ દેશો પાસે પણ પોતાના લેખિત સંવિધાન નથી. અહીં તાનાશાહીના સ્વરૂપે શાસનના રૂપમાં શાસન કરવામાં આવે છે. એટલે કે એક પેઢીથી બીજી પેઢીને શાસન અને સત્તા સોંપવામાં આવે છે. સાઉદી અરબમાં કુરાનમાં લખાયેલી કેટલીક વાતોને સર્વોચ્ચ માનીને નિર્ણય લેવામાં આવે છે.

ઈઝરાયલ પાસે પણ પોતાનું લેખિત સંવિધાન નથી. આ દેશ ભારતના આઝાદ થયાના એક વર્ષ બાદ એટલે કે 1948માં આઝાદ થયો હતો. અહીંની સંસદમાં અલેખિત સંવિધાનને માન્યતા આપવામાં આવી છે, જેનાથી સમગ્ર દેશની શાસન વ્સવસ્થા ચલાવવામાં આવે છે. આ સાથે જ ન્યુઝીલેન્ડ પાસે પણ કોઈ લેખિત સંવિધાન નથી. અહીં અલેખિત સંવિધાન છે, જેના આધાર પર અહીં ન્યાય અને પ્રશાસનિક વ્યવસ્થા ચાલે છે. 

જાણો શું હોય છે લેખિત અને અલેખિત સંવિધાન
લેખિત સંવિધાન એક સંવિધાન નિર્માત્રી સભા દ્વારા નિર્મિત થાય છે. જ્યારે અલેખિત સંવિધાન પરંપરાઓ, સિદ્ધાંતો અને જરૂરીયાત મુજબ નિર્મિત કરવામાં આવે છે. લેખિત સંવિધાન કાયદાના રૂપમાં વિધિવત અધિનિયમિત કાયદા દસ્તાવેજોમાં મળી આવે છે. એક અલેખિત સંવિધાનમાં સરકારના સિદ્ધાંત સામેલ હોય છે. જેને કોઈ પણ કાયદાના રૂપમાં લાગૂ કરવામાં નથી આવ્યા. લેખિત સંવિધાનમાં ન્યાયપાલિતા, વિધાયિકાથી વધુ શક્તિશાળી હોય છે. કાર્યપાલિકાનું સ્થાન તેના સ્થાન બાદ હોય છે. જ્યારે અલેખિત સંવિધાનમાં વિધાયિકાને સર્વોચ્ચ સ્થાન મળે છે અથવા તો તેના પછી કાર્યપાલિકા હોય છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news