તમારા ત્યાં સારી ગાય-ભેંસ હોય તો સરકાર આપશે લાખો રૂપિયા! માત્ર અહીં કરો અરજી
પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓ થકી પશુપાલકોને વધુ ને વધુ લાભ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે. આવી જ એક સરકારી યોજનાની વાત અહીં કરવાની છે. જાણો વિગતવાર...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ તમારા ઘરે પણ દેશી ગાય કે ભેંસ બેસ્ટ છે અને દૂધ ઉત્પાદનમાં અવ્વલ છે તો તમે પણ અહીં અરજી કરીને લાખો રૂપિયાનો પુરસ્કાર અને એવોર્ડ મેળવી શકો છો. દેશમાં સ્વદેશી જાતોના સંરક્ષણ માટે ડિસેમ્બર 2014 માં "રાષ્ટ્રીય ગોકુલ મિશન" યોજના શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક રીતે સ્વદેશી ગાયની જાતિઓનું સંરક્ષણ અને વિકાસ કરવાનો છે.
દેશમાં ખેતીની સાથે સાથે પશુપાલનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી દેશના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે અને પશુપાલન દ્વારા રોજગારીની નવી તકો પૂરી પાડી શકાય. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળનો પશુપાલન અને ડેરી વિભાગ ખેડૂતોને ટકાઉ આજીવિકા પૂરી પાડવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રના અસરકારક વિકાસ માટે દરેક શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
ભારતમાં પશુપાલનનો લાંબો અને સમૃદ્ધ ઈતિહાસ છે. દેશમાં ગાય અને ભેંસની ઘણી દેશી જાતિઓ છે જે વધુ અને સારી ગુણવત્તાનું દૂધ આપે છે. આ રીતે, આ જાતિઓ રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની ક્ષમતા ધરાવે છે.
દેશમાં સ્વદેશી જાતિઓના સંરક્ષણ માટે ડિસેમ્બર 2014 માં "રાષ્ટ્રીય ગોકુલ મિશન" યોજના શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ, વર્ષ 2021 થી, આ વિભાગ દૂધ ઉત્પાદક ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ, MPCs, FPOs અને કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AITs) ને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર પ્રદાન કરે છે. આ વર્ષે પણ રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ એવોર્ડ માટે 53 દેશી ગાય અને 20 ભેંસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ગાયોની જાતિઓ છે-
અમૃતમહલ (કર્ણાટક), બછૌર (બિહાર), બરગુર (તામિલનાડુ), ડાંગી (મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ), દેવની (મહારાષ્ટ્ર અને કર્ણાટક), ગાઓલાઓ (મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ), ગીર (ગુજરાત), હલ્લીકર (કર્ણાટક), હરિયાણા (હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન), કંગાયમ (તામિલનાડુ), કાંકરેજ (ગુજરાત અને રાજસ્થાન), કેનકાથા (ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ), ખેરીગઢ (ઉત્તર પ્રદેશ), ખિલ્લર (મહારાષ્ટ્ર અને કર્ણાટક), કૃષ્ણા ઘાટી (કર્ણાટક), માલવી (મધ્યપ્રદેશ), મેવાતી (રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ), નાગૌરી (રાજસ્થાન), નિમારી (મધ્યપ્રદેશ), ઓંગોલ (આંધ્રપ્રદેશ), પોંવાર (ઉત્તર પ્રદેશ), નારી (રાજસ્થાન અને ગુજરાત), ડગરી (ગુજરાત), થુથો (નાગાલેન્ડ), શ્વેતા કપિલા (ગોવા) , હિમાચલી પહારી (હિમાચલ પ્રદેશ), પૂર્ણિયા (બિહાર), કથની (મહારાષ્ટ્ર), સાંચોરી (રાજસ્થાન), મસીલમ (મેઘાલય)ની બેસ્ટ જાત છે તો તમે આ એવોર્ડ માટે અરજી કરી શકો છો.
ભેંસોની જાતો-
ભદાવારી (ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ), જાફરાબાદી (ગુજરાત), મરાઠવાડી (મહારાષ્ટ્ર), મહેસાણી (ગુજરાત), મુરાહ (હરિયાણા), નાગપુરી (મહારાષ્ટ્ર), નીલી રવિ (પંજાબ), પંઢરપુરી (મહારાષ્ટ્ર), સુરતી (ગુજરાત), ટોડા (તમિલનાડુ), બન્ની (ગુજરાત), ચિલ્કા (ઓરિસ્સા), કાલાહાંડી (ઓરિસ્સા), લુઈટ (સ્વેમ્પ) (આસામ અને મણિપુર), બારગુર (તમિલનાડુ), છત્તીસગઢી (છત્તીસગઢ), ગોજરી (પંજાબ અને હિમાચલ પ્રદેશ), ધારવાડી (કર્ણાટક), મંદા (ઓડિશા), પૂર્ણાથડી (મહારાષ્ટ્ર).
અહીં અરજી કરો-
વર્ષ 2024 દરમિયાન રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર માટે નામાંકન નેશનલ એવોર્ડ પોર્ટલ એટલે કે https://awards.gov.in દ્વારા સબમિટ કરવામાં આવી રહ્યા છે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 31.08.2024 રહેશે. આ પુરસ્કારો રાષ્ટ્રીય દૂધ દિવસ (નવેમ્બર 26, 2024)ના અવસર પર આપવામાં આવશે. ઑનલાઇન અરજી કરવા માટેની લાયકાત અને માર્ગદર્શિકા સંબંધિત વધુ માહિતી માટે, તમે https://awards.gov.in અથવા https://dahd.nic.in વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ગુજરાતના પશુપાલકો માટે આ બેસ્ટ ચાન્સ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે